મે મહિનાના છેલ્લાં સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. તેના લીધે એવું લાગી રહ્યું હતું કે આ વર્ષે ચોમાસું વહેલું બેઠું છે, પરંતુ ફરી એકવાર ગરમીનો પારો વધ્યો છે. હવામાન વિભાગ અનુસાર ગરમી ફરી વધશે. આગામી ત્રણ દિવસમાં ગરમી દેશના વિવિધ ભાગોમાં કહેર મચાવશે. કેટલાંક શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતા પણ છે.
IMD અનુસાર આગામી 3 દિવસોમાં દેશની રાજધાની દિલ્હીનું તાપમાન અધિકતમ 43-45 ડિગ્રી સેલ્સિયસ અને નુન્યતમ 26-29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. 9 થી 11 જૂન સુધી હિટ વેવની સ્થિતિ રહેશે, જેના કારણે પવનની ગતિ 20-30 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે અને ધૂળની ડમરી ઊડવાની સંભાવના છે.
ભારતીય મૌસમ વિભાગ (IMD) એ દિલ્હીમાં આવનારા 3 દિવસો (9 થી 11 જૂન 2025) સુધી ભીષણ ગરમી અને હિટ વેવનું પૂર્વાનુમાન કર્યું છે. મૌસમ વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં દિલ્હીનું તાપમાન વધીને 45 ડિગ્રી સુધી પહોચી શકે છે. સાથે જ IMDએ ઓરેંજ અલર્ટ પણ જાહેર કર્યું છે.
IMDના મુજબ, આવતા ત્રણ દિવસો માટે દિલ્હીનું મહત્તમ તાપમાન 43-45 ડિગ્રી તથા નુન્યતમ 26-29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. 9 થી 11 જૂન સુધી હિટ વેવની સ્થિતિ રહેશે, જેના કારણે પવનની ગતિ 20-30 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે અને ધૂળ ઊડવાની સંભાવના છે. તેમ છતાં, 12 જૂનથી હવામાનમાં ફેરફાર થવાની આશા છે, જેમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અને આંધી ઊડવાની પણ સંભાવના છે.