Business

કચરો સાફ કરતાં ‘માનવો’ સાથે ન્યાય થવો જોઈએ

વર્ષો પહેલાં શેરીઓના નાકે મનપાએ મૂકી રાખેલ કચરાપેટીમાં આમ જનતા કચરો ઠાલવતી હતી. પરિણામે તેના વિસ્તાર વર્તુળમાં ગંદકી થતી હતી. જ્યારે આજકાલ  ઘેરઘેરથી કચરો ગાડી વડે લઈ જવાની પ્રથા મનપા દ્વારા અસ્તિત્વમાં આવી, પરિણામે શહેરમાં ગંદકીનું દૂષણ દૂર થતાં સુરતને સ્વચ્છ શહેર તરીકેની કીર્તિ સંપાદન થઈ છે.  કચરા ગાડીમાંના બેલદારો એકત્ર થયેલ કચરાગાડીમાંથી અલગ અલગ વસ્તુઓ એકત્ર કરવાનું જ કાર્ય ગાડી ઉપર કરતા હોય છે. જે પ્રત્યે ખરેખર હમારો વાંધો હોઈ શકે નહિ પરંતુ લગભગ દસેક કલાક સુધી આવું કાર્ય માત્ર કરતાં હોવાથી કચરાવાળી જગ્યામાંથી શુદ્ધ હવા મેળવવાની શક્યતા નથી. બેલદારોને ગાડીમાંથી બહાર આવી આમજનતા પાસેથી કચરો લેવાને બદલે ગાડીમાં જ ઊભા રહીને વસ્તુઓ થેલામાં એકત્ર કરવાને માટે જ મનપા પગાર આપતાં હોય એવું લાગે છે. આજે આપણે વર્તમાનપત્રમાં વાંચતાં હોઈએ છીએ કે અશુધ્ધ હવાને પરિણામે કોરોના તેમજ જીવજોખમી રોગો ફેલાતા હોય છે. આથી અશુધ્ધ કચરાવાળી જગ્યાએથી બેલદારને વારાફરતી સમય બહાર આવે તો તેઓ કુદરતી શુધ્ધ હવા મેળવી શકે. આવી બિના ડ્રાઈવરને જણાવીએ તો તેઓ કહે છે કે જનતા પાસેથી કચરાની બાલ્દી ખાલી કરવા માટે બેલદાર અલગ હોય છે. આશા રાખીએ કે ઉપરોક્ત બિના પરનો મનપા આમજનતા તરફે ન્યાય આપશો એવી અપેક્ષા આભાર.
સુરત     – ભૂપેન્દ્ર સી.મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top