Charchapatra

આપણે જાણીજોઈને ભીડનો ભાગ કેમ બનીએ છીએ?

આપણે શા માટે ભીડનો ભાગ બની જઈએ છીએ. વારંવાર દુર્ઘટના થઈ છે. જાનહાનિ માલમિલકતને નુકસાન થાય છે છતાં આપણે સુધરવાનું નામ લેતાં નથી. કેપેસિટી કરતાં વધારે લોકો ભેગાં થાય ત્યારે આવું થાય જ છે. ટી. વી. પર આખી મેચ બતાવવામાં આવે છે છતાં પણ પબ્લિક ધરાતી નથી. ટી.વી. પર જે ક્રિકેટ મેચ જોવાની મજા આવે છે તે સ્ટેડિયમમાં ક્યાંથી આવે? મેદાન ખૂબ દૂર લાગે છે. ક્રિકેટરો ટચુકડા દેખાય છે. એના કરતાં ઘરે બેસી ટી. વી. પર મોબાઈલમાં પણ મેચ જોઈ શકાય છે. બધું ખૂબ નજીક દેખાય છે.આપણે ક્રિકેટરો અને ફિલ્મ સ્ટારો પાછળ ગાંડા બનીએ છીએ. આપણી આશિકી આપણને ક્યારેક બહુ મોંઘી પડી શકે એમ છે.વિરાટની લોકપ્રિયતા અપાર છે. ભારત અને દુનિયાભરનાં ચાહકોનો માનીતો વિરાટ છે.

અગિયાર ચાહકોએ જીવ ગુમાવ્યો. ૩૪ થી વધુ ઘાયલ થયા છે. ગયા ડિસેમ્બરમાં પુષ્પા ૨ ના પ્રીમિયમમાં અલ્લુ અર્જુન આવતાં ભીડ બેકાબૂ બનતાં રેવતી નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. અલ્લુ અર્જુન હાલ જામીન પર બહાર છે  જ્યાં હજારો લાખો લોકો શિસ્ત સમજણ બાજુ પર મૂકે ત્યારે આવું જ થાય. પ્રયાગરાજમાં પણ કુંભમેળામાં આવું જ બન્યું હતું.  આપણે એવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે કે  ભવિષ્યમાં આવી દુર્ઘટના ના બને. નાયબ મુખ્યમંત્રી જ્યાં ક્રિકેટરો સાથે ફોટા પડાવવા હાજર હોય છતાં આ દુર્ઘટના બની. અગિયાર પરિવારનાં સપનાં રોળાઈ ગયાં.  ૭૩ દિવસમાં ૭૪ મેચ  ૧૨૯૪ સિકસર અને ૨૨૪૫ ચોક્કા મારવામાં આવ્યા એનો અર્થ એ થયો કે  સરેરાશ એક મેચમાં ૧૭ સિકસ અને ૩૦ ફોર લાગી  કુલ ૨૬૩૮૧ રન બન્યા. ૮૬૮ વિકેટો પડી. વૈભવ સૂર્યવંશી અને સાંઈ સુદર્શન જેવા ખેલાડી મળ્યા. ફરી આવી દુર્ઘટના ના બને એમ આપણે કાળજી લઈએ. સંયમ શિસ્તનું પાલન કરીએ.
સુરત       – અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top