નવી દિલ્લી તા.8જૂન 20225 | શનિવાર-રવિવાર રાત્રે 1:23 વાગ્યે દિલ્હી-એનસીઆરમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.3 માપવામાં આવી હતી.ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં લગભગ 5 કિલોમીટર ઊંડાઈ પર હતું, તાજેતરના મહિનાઓમાં આવા નાના ભૂકંપ વધી રહ્યા છે, જે મોટા ભૂકંપનો સંકેત હોઈ શકે છે
રાજધાની દિલ્હીમાં આવેલા ભૂકંપના કેન્દ્રબિંદુએ દિલ્હીવાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે. તાજેતરમાં દિલ્હીમાં ભૂકંપના ઘણા આંચકા અનુભવાઈ રહ્યા છે. જે ભવિષ્ય માટે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે.
અગાઉ, તા.17 ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો , જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ જેટલી હતી. ભૂકંપનું કેન્દ્ર ધૌલા કુઆન નજીક દુર્ગાબાઈ દેશમુખ કોલેજ પાસે હતું,આ ભૂકંપનું કેન્દ્ર જમીનની સપાટીથી લગભગ ૫ કિલોમીટરની ઊંડાઈએ હતું.
ભૂકંપ ઝોન IV એક ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર છે. આવા વિસ્તારોમાં ભૂકંપનું જોખમ ખૂબ વધારે રહે છે. આ ઝોનમાં 5.5 થી 7.0ની તીવ્રતાના ભૂકંપ આવી શકે છે. આનાથી જાનમાલનું મોટું નુકસાન થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ઓછી તીવ્રતાના ભૂકંપને ‘સૂક્ષ્મ પ્રવૃત્તિ’ કહેવામાં આવે છે. આ સૂચવે છે કે આવનારા સમયમાં ઉચ્ચ તીવ્રતાના ભૂકંપ આવી શકે છે. સ્થાનિક ફોલ્ટ લાઇનો પણ ભૂકંપનું જોખમ વધારે છે. દિલ્હીની આસપાસ ઘણી સ્થાનિક ફોલ્ટ લાઇનો છે. જેમ કે – (સોહના ફોલ્ટ, મુરાદાબાદ ફોલ્ટ અને દિલ્હી-મુઝફ્ફરનગર ફોલ્ટ) જેવી સ્થાનિક ફોલ્ટ લાઇન છે.
આ ભૂકંપ આપણને ફરીથી યાદ અપાવે છે કે રાજધાની ક્ષેત્રમાં ભૂકંપીય સલામતીના પગલાં ,પૂર્વ તૈયારી અને જનજાગૃતિન અત્યંત જરૂરી બની ગઈ છે.