Vadodara

વડોદરા : કપડા લઇ આપવાનું કહી પત્નીને મોલમાં લઇ ગયા બાદ પતિ 8 મહિનાની દીકરીને લઇ ભાગી ગયો

માતાએ રડતા રડતા દીકરી તેને આપી દેવા કાકલુદી કરવા છતાં સાસરીયા આપતા ન હતા,  અભયમની ટીમે પતિ અને સાસુને સમજાવતા આખરે દીકરી માતાને પરત સોંપી

પ્રતિનિધિ વડોદરા તા.7

પિયરમાં રહેતી પત્નીને પતિએ તને તથા દીકરીના કપડા લઇ આપુ તેમ કહીને વડોદરાના મોલમાં લઇ ગયો હતો. જેવી પત્ની ચેન્જ રૂમમાં કપડા બદલવા માટે ગઇ હતી. ત્યારે તેનો લાભ લઇને પતિને 8 મહિનાની પુત્રીને લઇને ભાગી ગયો હતો. પરીણીતા દીકરીને લેવા પિયરમાં ગઇ હતી અને રડતા રડતા દીકરીની માગણી કરી હતી તેમ છતાં પુત્રી પરત નહી સોંપતા પરીણીતાએ અભયમની મદદ માગી હતી. બાપોદ અભયમ ટીમે સ્થળ પર પહોચી નાની બાળકી માતા વગર રહી શકે નહી તેવી સમજ આપતા પતિ અને સાસુએ દીકરી તેની માતાને સોંપી હતી.

વડોદરા શહેરમાં રહેતી પરીણીતા અને સાસુ વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાના કારણે રિસાઈને પરીણીતા પોતાના પિયર જતી રહી હતી. દરમિયાન તેણીએ દીકરીનો જન્મ આપ્યો હતો. પતિએ હવે બંને સાથે રહીશું તેમ સમજાવી પત્નીને વિશ્વાસમાં લઈ દિકરી સાથે વડોદરા બોલાવી હતી. ત્યારબાદ તને તારા તથા પુત્રીને કપડા લઇને આપીશ તેમ કહીને એક મોલમાં લઇ ગયો હતો. જ્યાં પત્ની ટ્રાયલ રૂમમાં કપડા ચેન્જ કરવા માટે ગઇ હતી. તે સમય દરમિયાન તકનો લાભ લઇ પતિ દીકરીને સાથે ભાગી ગયો હતો. ચેન રૂમમાં બહાર આવેલી પત્નીને દીકરી અને તેનો પતિ જોવા મળતા તેણી ગભરાઇ ગઇ હતી. સીધી તેની સાસરીમાં પહોંચી ગઇ હતી અને પોતાની દીકરીની માંગણી કરવા લાગી હતી. પરંતુ સાસુએ અહીથી નીકળી જવા માટે જણાવતાં અભયમની મદદ માગી હતી. જેથી અભયમની મહિલા ટીમ તાત્કાલિક દોડી આવીને જણાવ્યુ હતું કે પતિ પત્નીના ઝઘડામાં નાની બાળકી હેરાન થાય તે યોગ્ય નથી. બાળકીને માતાની જરૂર છે એવી સમજ આપતા માતાને દિકરી સોંપવામાં આવતા તેણીએ અભયમનો આભર વ્યક્ત કર્યો હતો. અભયમ દ્વારા પતિ અને પત્ની વચ્ચે ખટરાગ દૂર કરવા પ્રયાસ કર્યો હતો પરતુ પરીણીતાએ હાલ પૂરતું પોતાના પિયર જવુ પછી શાંતિથી વિચારી યોગ્ય નિર્ણય લેશે તેમ જણાવ્યુ હતું.     

Most Popular

To Top