*21 દર્દીઓ હોમ આઇસોલેશનમા જ્યારે એક બાળદર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ*
(પ્રતિનિધિ) વડોદરા તા. 07
વડોદરા શહેરમાં શનિવારે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા તેની સાથે હવે વડોદરામાં કુલ 22 પોઝિટિવ કેસો નોંધાયા છે.
દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે સમગ્ર દેશમાં કોરોનાના પાંચ હજારથી વધુ એક્ટિવ કેસો નોંધાયા છે જેમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમે આવી ગયું છે. વડોદરા શહેરમાં પણ શનિવારે વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે જેના કારણે હવે કોરોનાના કુલ 22 કેસ વડોદરામાં નોંધાયા છે જેમાંથી 21 દર્દીઓ હોમ આઇસોલેશનમા છે જ્યારે એક બાળદર્દી એસ.એસ.જી.હ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
શહેરમાં વિતેલા 24કલાકમા કુલ 124 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. શનિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં 2 સ્ત્રીઓ, અને 3 પુરુષો છે જેમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનો 1 કેસ, 19વર્ષથી 60 વર્ષ સુધીના 2 કેસ તથા 60 વર્ષથી વધુ ઉંમરના 02 કેસો નોંધાયા છે. આ તમામ નવા કેસો હરણી, મુજમહુડા, વારસિયા , અકોટા તથા એકતાનગર વિસ્તારમાંથી નોંધાયા છે. લોકોએ કોરોનાથી બચવા માટે ટોળામાં જવાથી બચવું જોઈએ,માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સૂચનાઓ આપી છે.