National

”મારી ડ્યુટી પુરી થઈ”, પાયલોટે નેતાજીનું પ્લેન ઉડાવાની ના પાડી દીધી, પછી શું થયું જાણો..

મહારાષ્ટ્રના જલગાંવ એરપોર્ટ પર ટેકનિકલ કારણોસર ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની ફ્લાઇટ લગભગ બે કલાક મોડી પડી હતી. તેમની ફ્લાઇટ શુક્રવારે બપોરે 3:45 વાગ્યે આવવાની હતી પરંતુ તેઓ સાંજે 6:15 વાગ્યે જલગાંવ એરપોર્ટ પર લેન્ડ કરી શક્યા. ત્યાર બાદ તેમને જલગાંવથી મુક્તાઈનગર સુધી રોડ માર્ગે મુસાફરી કરવી પડી, જ્યાં તેમણે સંત મુક્તાઈની પાલખી યાત્રા (ધાર્મિક શોભાયાત્રા)માં ભાગ લીધો અને મંદિરના દર્શન કર્યા.

જ્યારે તેઓ રાત્રે 9:15 વાગ્યે જલગાંવ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પાયલોટે પ્લેન ઉડાડવાની ના પાડી દીધી. ડ્યુટીના કલાકોનો ઉલ્લેખ કરીને પાયલોટે કહ્યું કે હું હવે ફ્લાય કરી શકું નહીં.

આ અંગે મંત્રી ગિરીશ દત્તાત્રેય મહાજન, ગુલાબ રઘુનાથ પાટિલ અને જિલ્લા વહીવટી અધિકારીઓએ પાઇલટને સમજાવવાનું શરૂ કર્યું. ઘણી વાતચીત અને સમજાવટ પછી પાઇલટ લગભગ 45 મિનિટ પછી ઉડાન ભરવા માટે સંમત થયો. ત્યાર બાદ શિંદે પ્લેન દ્વારા જલગાંવથી મુંબઈ પહોંચ્યા.

કિડનીની દર્દી મહિલા માટે વિલંબ વરદાન સાબિત થયો
આ વિલંબ કિડનીના દર્દી શીતલ પાટિલ માટે વરદાન સાબિત થયો. શીતલની સારવાર રાજધાની મુંબઈમાં કરવાની હતી પરંતુ તેમની ફ્લાઇટ પહેલાથી જ ઉપડી ગઈ હતી. જ્યારે મંત્રી ગિરીશ મહાજનને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક વ્યવસ્થા કરી અને શીતલ અને તેમના પતિને એકનાથ શિંદે સાથે વિમાન દ્વારા મુંબઈ મોકલ્યા. મુંબઈ એરપોર્ટ પર તેમના માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

એકનાથ શિંદેની સંવેદનશીલતાએ એક જીવ બચાવ્યો ગુલાબરાવ પાટીલે આ ઘટના પર કહ્યું, એકનાથ શિંદે હજુ પણ તેમના સંઘર્ષના દિવસો યાદ કરે છે અને સામાન્ય માણસ પ્રત્યે સંવેદનશીલ છે. તેમની આ સંવેદનશીલતાએ આજે ​​એક જીવ બચાવવામાં મદદ કરી.

Most Popular

To Top