Halol

હાલોલ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ- ઉલ – અજહાની ઉજવણી ખૂબ જ શાંતિ અને ઉત્સાહભેર થઈ

હાલોલ: મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરી ઈદ એટલે ઈદ ઉલ અજહા ની ઉજવણી સમગ્ર દેશભરમાં ધામધૂમથી શાંતિમય વાતાવરણમાં કરવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના પાવાગઢ રોડ પરના કબ્રસ્તાન ખાતે ઇદગાહ તેમજ મોહમ્મદ સ્ટ્રીટમાં નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી.


હાલોલ જુમ્મા મસ્જિદના ઈમામ સૈયદ ઇલિયાસ બાપુ દ્વારા નમાજ અદા કરાઈ હતી. જ્યારે નૂરાની મસ્જિદ ખાતે મોલાના વસીમ દ્વારા ઈદની નમાજ અદા કરાઈ હતી. નગરની તમામ મસ્જિદો ખાતે વિશેષ નમાજ અદા કરાઈ હતી.
બકરી ઈદને લઈ મુસ્લિમ બિરાદરો એ અવનવા પોશાકમાં અને નાના બાળકો પણ અવનવા પોશાકમાં જોવા મળ્યા હતા અને આ પ્રસંગે મુસ્લિમ બિરાદારોએ એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી .
બકરી ઈદના ઉત્સવ ને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઠેર ઠેર હાલોલમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

Most Popular

To Top