ઐતિહાસિક છત્રીને જોખમમાં મૂકતો ભૂવો
વડોદરા: વડોદરા શહેરમાં ચોમાસુ શરૂ થવાની પૂર્વસંધ્યાએ કાલાઘોડા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક પંપિંગ સ્ટેશન પાસે 10 ફૂટ ઊંડો અને પહોળો ભૂવો પડ્યો છે. આ સ્થળે ગાયકવાડી શાસનકાળનું પ્રથમ પંપિંગ સ્ટેશન આવેલું છે, જેના કારણે શહેરના ઐતિહાસિક વારસાને પણ નુકસાન પહોંચવાની ભીતિ ઊભી થઈ છે.

ભૂવો પડવાના કારણે પંપિંગ સ્ટેશન અને નજીકની ઐતિહાસિક છત્રી માટે પણ ખતરો સર્જાયો છે. સ્થાનિક રહેવાસીઓ અને તંત્રમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. ભૂવો પડતાં અકસ્માતની શક્યતા વધતા તંત્રે સ્થળ પર સુરક્ષા માટે પગલાં લેવા શરૂ કર્યા છે.
પ્રશાસને તાત્કાલિક કામગીરી શરૂ કરી, ભૂવો ભરવા અને આસપાસના વિસ્તારમાં અવરજવર નિયંત્રિત કરવામાં આવી છે. સ્થાનિકો અને ઐતિહાસિક વારસાના રક્ષણ માટે તંત્રની કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે.