Charchapatra

પાણીનું મહત્ત્વ

પાણી અક્ષર બે શબ્દ એક છે. પહેલી નજરે રોજિંદો અને સામાન્ય લાગતા શબ્દ કમાલનો છે. એના ગુણધર્મને લીધે ધરતી પરની સમગ્ર જીવનસૃષ્ટિને માટે અમૃત છે. નીર-જળ અર્થાત પાણી માનવજીવન માટે સહેજ છે. બાળક જન્મતાની સાથે સાથે જેમ આપોઆપ શ્વાસ લેતા શીખી જાય છે. તેટલી જ સહજતાથી એ પોતાની તરસ અનુસાર પાણી પીતો થઇ જાય છે. જેટલી સહેલાઇથી મળવું એટલી જ સહજતાથી વેડફાતું પાણી આપણું જીવન ટકાવી રાખતી એક અતિ અગત્યની કુદરતી ભેટ છે. તે અનેક અટપટી બિમારી પણ ટાળી શકે છે.

પાણી છે તો જીવન સંભવ છે. એ સમાનતા સત્ય માનવી સૈકાઓથી જાણે છે એટલે માનવ બીજા ગ્રહની ફરતે ઉપગ્રહ મોકલે ત્યારે માનવીની પહેલી જિજ્ઞાસા એ જ હોય છે કે પાણી તો જ છે ને! જીવાદોરી માટે મૂળભૂત પાંચ તત્ત્વ ધરતી, અગ્નિ, વાયુ, આકાશ અને પાણી. આ એક તત્ત્વ આપણું જીવન રક્ષક પણ આગવી રીતે બની શકે છે. કુદરતે પાણીને કેટલાક ગુણ આપ્યા છે જે માનવકાયાનાં અનેક વિષ દૂર કરી તેને અમૃત બનાવી શકે છે. આવા સરસ ગુણવાળુ તત્ત્વ જો આપણને વિના મૂલ્યે મળતું હોય તો તેનો બગાડ તો આપણે અટકાવવો જોઇએ અને એનો દુરુપયોગ થતો અટકાવવો જોઇએ કેમ ખરું ને? મફતમાં મળે છે એટલે એની કિંમત નથી.
સુરત     – શીલા ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top