Charchapatra

ઓપરેશન સિંદૂર

પાકિસ્તાને ભારત ઉપર આતંકવાદી હુમલો કરી ભારતીય નારીઓનાં સિંદૂર ઉજાડી નાંખ્યાં, જેના પ્રતિશોધમાં ભારતના વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનને સબક શીખવવા ઓપરેશન સિંદૂર જાહેર કર્યુ. ભારતની ત્રણે સેનાના વડા સાથે મોદીએ વ્યૂહરચના ઘડી કાઢી. ભારત વિજયી બન્યું. પાકિસ્તાન ઘુંટણિયે પડયું. દુનિયાએ સિંદૂરની શકિત જોઇ. આમાં નારી શકિતએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો. મારા મતે તો વર્લ્ડ ગિનીઝ બુકમાં ઓછા સમયનું યુધ્ધ નામથી નોંધ લેવી જોઇએ. આમાં અજીત ડોભાલનો રોલ નાનો સૂનો નથી. પાકિસ્તાન સામેના યુધ્ધમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને એમને ભારત રત્નનો એવોર્ડ મળવો જોઇએ. ભારત સરકારે ઓપરેશન સિંદૂર નારીશકિત રૂપે જીત મેળવી છે. તો સરકારે પૂરા ભારતવર્ષમાં ઘરે ઘર સિંદૂર વહેંચીને ઐતિહાસિક યાદગાર બનાવવું જોઇએ.
સુરત     – ડો. પ્રવીણચંદ્ર રાજાજોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top