હાલમાં જ ગુજરાતમિત્રનાં તંત્રીલેખમાં બળાત્કાર બાબતે લેખ પ્રસિદ્ધ થયો. જેમાં મહિલાઓ દ્વારા મહિના અને વર્ષો સુધી બળાત્કાર થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરે છે અને પુરુષની ધરપકડ થાય છે. તે બાબતે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો અનેક સામાન્ય અને પુખ્ત વ્યક્તિઓને સવાલ રહેતો જ હતો કે એક મહિલા પર મહિનાઓ કે વર્ષો સુધી બળાત્કાર થયા જ કરે તે શું શક્ય છે? આટલા સામાન્ય પ્રશ્નોના જવાબ કાયદો અને વ્યવસ્થા પાસે ન હતા આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે જે ચુકાદા આપ્યો છે જેથી અને પુરુષને બચાવની તક મળી.
મહિલા આવા સંબંધમાંથી પોતાનાં સ્વાર્થ નીકળી જતાં બળાત્કારની ફરિયાદ દાખલ કરે છે. એટ્રોસિટી જેવા ગંભીર કાયદામાં પણ તપાસ અને જરૂરી કાર્યવાહી બાદ આગળની કાર્યવાહી થાય છે, ત્યારે બળાત્કારનાં કેસ બાબતે સુપ્રીમ કોર્ટના હાલના ચુકાદાને ધ્યાને લઈ કાર્યવાહી કરવી જોઈએ. આ લખનારનો પુરુષ બચી જાય મહિલાને ન્યાય ન મળે એવો કોઈ ઈરાદો નથી પણ સાચી હકીકતની તપાસ થઈ કાયદો અને વ્યવસ્થા હરકતમાં આવે તે સાચી પરિસ્થિતિ જણાય છે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.