Charchapatra

હિન્દુ મંદિરોની સ્થિતિ

ભારતમાં મંદિરો સરકારોને આધિન છે. શેષ ભારતમાં કેટલાંક સરકારની પાસે, કેટલાંક પારિવારિક કે વ્યકિતગત માલિકીમાં, કેટલાંક સમાજ દ્વારા કાયદાકીય રીતે સ્થાપિત ટ્રસ્ટોની વ્યવસ્થામાં છે. કેટલાંક મંદિરોની કોઇ જ વ્યવસ્થા જ નથી એવી સ્થિતિ છે. મંદિરોની ચલ અચલ સંપત્તિ પડાવી લેવાની પેરવીની ઘટનાઓ પણ સામે આવી છે. પ્રત્યેક મંદિર તથા તેમના પ્રતિષ્ઠિત દેવતા માટે પૂજા વિગેરેના વિધિવિધાનનાં શાસ્ત્રો તથા પરંપરાઓ વિશિષ્ટ અને અલગ અલગ છે એમાં પણ દખલગીરીની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. સૌ શ્રધ્ધાળુ ભકતો માટે સુલભ એવું બધું મંદિરોમાં નથી જે ખરેખર હોવું જોઇએ.

સેકયુલર હોવા ઉપરાંત પણ વ્યવસ્થાના નામે માત્ર હિન્દુ ધર્મસ્થાનોને હડપી લેવા અભકત અને અધર્મી વિધર્મી લોકોના હાથમાં તેનું સંચાલન સોંપી દેવાનો અન્યાય દૂર થાય. હિન્દુ મંદિરોનું સંચાલન મંદિરોની સંપત્તિઓનો વિનિયોગ ભગવાનની પૂજા તથા હિન્દુ સમાજની સેવા અને કલ્યાણ માટે જ થાય તેમ કરવું એ જરૂરી છે. સનાતન સંસ્કૃતિમાં મંદિર માત્ર પૂજા સ્થળ જ નથી. હિન્દુ ધર્મની શિક્ષા, કલા, સંગીત, સાહિત્ય, વાસ્તુ, સ્થાપત્ય વિગેરે વિદ્યાઓ તથા સંપૂર્ણ સંસ્કૃતિના વિસ્તારો ઉત્કર્ષ કેન્દ્રો હતાં. કોઇ હિન્દુ મંદિર કે તીર્થસ્થાન જાય છે ત્યાં જઇને દાન અર્પિત કરે છે. સંપત્તિનો ઉપયોગ માત્ર ધાર્મિક જાતિવિધિઓમાં જ થવો જોઇએ જ્યારે રાજ્ય સરકારો તેને ટ્રેઝરીનું દાન ગણાવીને કાર્યો કરે છે અને આવું માત્ર હિન્દુ ધર્મસ્થાનોની સંપત્તિઓ સાથે જ કરવામાં આવે છે. ચર્ચ, મસ્જીદને કે દરગાહને સરકારે કયારેય નિયંત્રણમાં લીધેલ નથી ત્યારે હિન્દુ મંદિરો અને તેમની સંપત્તિ સરકારી નિયંત્રણોમાંથી વહેલામાં વહેલી તકે મુકત કરવાની જરૂર છે.
સુરત     – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top