ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પંજાબ કિંગ્સ અને RCB ની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. લીગની શરૂઆતથી બંને ટીમો એક પણ વખત ટાઇટલ જીતી શકી નથી અને આ વખતે તેમની પાસે 18 વર્ષ જૂની રાહનો અંત લાવવાની સુવર્ણ તક છે.
PL 2025 ની ફાઇનલ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. તેની થીમ ‘ઓપરેશન સિંદૂર’ હતી. સમારોહમાં એર-શો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એરફોર્સે આકાશમાં ત્રિરંગાનું નિર્માણ કર્યું હતું. સેનાની બહાદુરીનો વીડિયો પણ મોટી સ્ક્રીન પર બતાવવામાં આવ્યો હતો.
બોલિવૂડ ગાયક શંકર મહાદેવને સમાપન સમારોહમાં તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કર્યું હતું. તેઓએ ‘મૈં રાહુ ના રાહુ, ભારત રહેના ચાહિયે…’, એ વતન વતન મેરે આબાદ રહે તુ અને સબસે આગે હિન્દુસ્તાની જેવા ગીતો ગાયા હતા. આ પહેલા કલાકારોએ બી પ્રાકના ગીત ‘તેરી મિટ્ટી’ પર નૃત્ય કર્યું. સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર હતા. સશસ્ત્ર દળોને સમર્પિત આ કાર્યક્રમમાં શંકર મહાદેવનના સ્વરમાં દેશભક્તિના ગીતો ગૂંજી ઉઠ્યા. અંતે સ્ટેડિયમ ‘ભારત માતા કી જય’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગેલેરીમાં હાજર દર્શકોએ પણ ભારતીય સેનાની બહાદુરીને પૂરા ઉત્સાહથી સલામ કરી હતી અને દર્શકો સતત ત્રિરંગો લહેરાવતા રહ્યા હતા.
RCB ની પ્લેઇંગ ઇલેવન
ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.
પંજાબ કિંગ્સ પ્લેઇંગ ઇલેવન
પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેર, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાયલ જેમિસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.