Charchapatra

ધોળી મૂસળી અને ધરમપુર

પ્રાકૃતિક સંપદાઓથી ફાટફાટ ધરમપુરનાં ડુંગરાળ વિસ્તારો હજી સભ્ય સંસ્કૃતિઓની સાથે શરમાળ રહીને પોતાના આદિ અને પરંપરાગત વ્યવહાર સાથે પરંતુ મક્કમ ગતિએ અવિરત હરણફાળ ભરી રહ્યા છે એવી અનુભૂતિ ત્યારે થઇ જ્યારે ધરમપુર વિસ્તારના સજનીબરડા ગામમાં હનુમાનજીના દર્શને ગયા. સજનીબરડા બે અઢી કિલોમીટરના સતત ચઢાણ બાદ વસેલું ગામ છે. છૂટાછવાયાં ઘરો અને પ્રાકૃતિક ખેતી કરતા સરળ હ્રદયનાં માણસોનો વસવાટ. અમારો ઇરાદો પ્રકૃતિનો આનંદ લેવાનો તો ખરો જ પરંતુ પ્રાકૃતિક ખેતીની જાણકારી મેળવવાનો પણ હતો. એક આધેડ વયના બબલુભાઇ અમારી ઉત્સુકતાને પોષિત કરવા રુબરુ થયા.

પૂછ્યું તો કહે આ સફેદ મુસળીનું બિયારણ છે. નાના ગાદી ક્યારા તૈયાર કરી હાલ મુસળીની રોપણીનો સમય ચાલે છે. પ્રાકૃતિક વાતાવરણમાં આ પાક ચોમાસામાં થોડી માવજત ઉપરાંત તૈયાર થઇ જશે. આયુર્વેદમાં ધોળીમૂસળીનો પાક વાજીકરણ ઉપરાંત અનેક અનુપાતમાં પ્રયોજીને વિવિધ ઔષધો તૈયાર કરી શકાય બે હજારથી લઇને ત્રણ હજાર રુપિયે કિલોગ્રામના હિસાબે એની માંગ. દુર્ગમ વિસ્તારમાં થતી દુર્લભ વનસ્પતિ એના સર્વ ગુણધર્મોને જાળવી આપણા સુધી સુલભ બને તેમાં કેટલાયે આદિજન અને પ્રાકૃતિક બાબતોનો ફાળો. અમે આવી બાબતોને આપની સાથે વહેંચી રહ્યા છીએ તે કેવળ અહીંના લોકો સાથેની એવી જાણકારી માટે જે આપની પહોંચ બહાર છે તેની જાણકારી માટે છે.
વલસાડ – કિરણ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top