વિરાટ નારાયણ વન લોકાર્પણ અંતગર્ત યોજના બેઠક યોજાઈ
હાલોલ : શ્રી નારાયણધામ તાજપુરા ખાતે આગામી તારીખ ૧૧ મી જુને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થનારા વૃક્ષારોપણ વિરાટ નારાયણ વન લોકાર્પણ અંતગર્ત યોજના બેઠક યોજાઈ હતી.
હાલોલ શ્રી નારાયણધામ તાજપુરા ખાતે શ્રી નારાયણ વિરાટ વન અભિયાન ૨૫૦૦૧ સ્વદેશી વૃક્ષારોપણ,”એક વૃક્ષ નારાયણ બાપુ કે નામ” “એક વૃક્ષ માં કે નામ” આગામી તારીખ ૧૧ મી જુને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ થનારા વિરાટ નારાયણ વન લોકાર્પણ અંતગર્ત આજરોજ શ્રી નારાયણ આરોગ્યધામ કોન્ફરન્સ હોલ ખાતે મહત્વપૂર્ણ યોજના બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ આગોતરા આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, નારાયણધામ આરોગ્ય ના ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર, જયંતિભાઈ પંચાલ, સુનીલભાઈ શાહ, કુલપતિ ડો. સી.કે. ટીંબડીયા, ડો. રાજુભાઈ ઠક્કર, હાલોલ આરએફઓ સતિષભાઈ બારીયા, હાલોલ નગર ભાજપા પ્રમુખ હરીશભાઈ ભરવાડ, તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ ચૌહાણ, નગર પાલિકા કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ, સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો, તેમજ વિવિધ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.