તા. ૨૮/૦૫/૨૫ ના ગુ.મિત્રનો તંત્રી લેખ, ભારત વિશ્વનું ચોથા ક્રમનું અર્થતંત્ર બન્યું, છતાં હજી ઘણું કરવાનું બાકી છે. ગુ.મિત્ર નો તંત્રી લેખ સચોટ જ હોય છે. આપણે ક્યાં છીએ અને હવે કેટલું કરવાનું છે. આપણે જાપાનને પાછળ પાડી દીધું, સામાન્ય લોકોને એમ કે આપણે જાપાનથી આગળ નીકળી ગયા છે, તંત્રી લેખમાં સામાન્ય માણસને સમજાય એમ લખ્યું છે કે આપણા દેશની વસ્તીની વિશાળતા પણ ધ્યાનમાં રાખવા જેવી છે, જાપાન એ ભારત કરતા ખૂબ ઓછી વસ્તી ધરાવતો દેશ છે છતાં તેનું અર્થતંત્ર આટલું મોટું છે, તેમના દેશની માથાદીઠ આવક ખૂબ જ વધુ છે તેઓનું જીવનધોરણ ખૂબ ઊંચું છે.
જ્યારે વસ્તીમાં આપણે વિશ્વમાં પહેલા ક્રમે છે એટલે જી.ડી.પી. વધારે આવે એ સ્વાભાવિક છે. જી.ડી.પી. એટલે ઘરેલુ રાષ્ટ્રીય ઉત્પાદન. એનો અર્થ એ નથી કે આપણે જાપાનથી મોટા થઇ ગયા. અને હવે જર્મનીથી પણ મોટા થઇ જઇશું. આપણું અર્થતંત્ર ઝડપી વધે વસ્તી વધુ હોય એટલે માંગ અને પુરવઠો વધે એ અર્થશાસ્ત્રનો નિયમ છે. ૪.૧૯ ટ્રિલિયનનાં અર્થતંત્રમાં ૨૦ ટકા ધનવાનો ખૂબ જ ધનવાન છે અને ૮૦ ટકા લોકો ગરીબ થતા જાય છે જે વાસ્તવિકતા છે. આપણો દેશ વિકસી રહ્યો છે પરંતુ આપણે પ્રદુષણ મુક્ત હવા, પાણી, ખોરાક, ફળદ્રુપ જમીન ગુમાવી રહ્યા છે.
કીમ – પી.સી.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મોદીજીએ તક ગુમાવી?
શ્રી ડો. કિરીટ ડુમસિયાનું ચર્ચાપત્ર વાંચ્યા પછી લાગ્યું કે 1965ના યુધ્ધ પછી રશિયા કરારમાં ઊંડા રાઝ હશે. સિમલા કરારમાં 93000 સૌ 12 બિનશરતે લઈ ગયા. મંત્રણાના મેજ પર પાકિસ્તાનની મનમાની ચાલે છે. એ દરેક વખતે સાબિત થાય છે. આપણા નેતાઓ ખરેખર ભારત દેશને ચાહે છે કે પછી ત્રીજા રાષ્ટ્ર દલાલની વાતોમાં ફસાઈ જાય છે? એક સ્ટેટસ આવ્યું મોદીના લોહીમાં ગરમ સિંદુર વહે છે. ટ્રમ્પનો ફોન આવતા ઠંડુય થઈ જાય છે.
સુરત – કે.કે. જરીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.