અમેરિકા કેવી રીતે ભૂલી શકે કે માનવ ઇતિહાસના સૌથી ઘાતક ઇસ્લામિક આતંકવાદી હુમલાનો ભોગ બન્યું હતું જયારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટવીન-ટાવરનો નાશ થયો પેન્ટાગોન પર પણ હુમલો થયો હતો. લાદેન શોધવામાં મારવામાં દસ વર્ષ લાગ્યાં ભારે કિંમત ચૂકવવી પડી. લાદેન તો એબોટાબાદ પાકિસ્તાન સરકાર દ્વારા પૂરા પાડવામાં ઉચ્ચ સુરક્ષાદળના ઘરમાં પોતાના પરિવાર સાથે ખુશીથી રહેતો હતો. એ ઇમારત પાકિસ્તાન મિલિટરી એકેડેમીથી થોડે દૂર હતી. પાકિસ્તાન આતંકવાદની સાંઠગાંઠ નથી. આજે પણ આતંકવાદી જૂથો દેશના સમર્થનથી આતંકવાદની યોજના બનાવી શકે છે. ભંડોળ પૂરું પાડે છે.ભરતી કરે છે. તાલીમ આપે છે.
અધમ કૃત્યો કરી શકે છે. જે દેશના રાષ્ટ્રપતિએ પોતે પાકિસ્તાનમાં આશરો લઇ રહેલા બિન લાદેનને શોધી મારી નાખ્યો તે આપણા યુદ્ધવિરામ પછીનાં સમજદાર નિર્ણય માટે પાકિસ્તાન પ્રાયોજિત આંતરરાષ્ટ્રીય આતંકવાદની નિંદા કર્યા વિના ભારત અને પાકિસ્તાનને અભિનંદન આપ્યા. દાયકાઓથી પાકિસ્તાન તંત્રે જવાબદારીમાંથી બચીને રાહતો મેળવવા માટે પોતાની ભૂ-રાજકીય સ્થિતિનો લાભ લેવાની કળામાં નિપુણતા મેળવી છે. દુનિયાએ પાકિસ્તાની વાસ્તવિકતા પ્રત્યે આંખ આડા કાન કર્યા છે. વધુમાં IMFએ ફરી આતંકવાદી દેશને પુરકાર આપ્યો છે. આતંકવાદીઓને આશ્રય આપવામાં પાકિસ્તાનની ભૂમિકાની સ્પષ્ટ નિંદા કરવામાં વિશ્વની નિષ્ફળતા એ ગંભીર વાસ્તવિકતા દર્શાવે છે. હવે સમય આર પારનો જ આવશે.
ગંગાધરા – જમિયતરામ શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.