Vadodara

વડોદરાના રેશન દુકાનદારો હડતાળ નહીં પાડે, 800થી વધારે દુકાનો ખુલ્લી રહેશે

ઈકેવાયસી મુદ્દે રાજ્યવ્યાપી બંધમાં ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ ઓફ એસોસિએશન નહીં જોડાય
સરકાર અને રેશનકાર્ડ ધારકો અથવા નાગરિકોનો વિષય એના માટે દુકાનદારોએ શું કામ લડવું જોઈએ : જીતેન્દ્ર નંદા

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

ઈકેવાયસી મુદ્દે ગુજરાત ફેર પ્રાઇસ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા સરકાર સામે બાંયો ચડાવી આવી છે. આજથી અનાજ વિતરણ બંધ રહેશે. જોકે વડોદરા ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ ઓફ એસોસિયેશને આ બંધમાં નહીં જોડાવવા નિર્ણય કર્યો છે.

રાજ્યભરમાં સોમવારથી રાશન દુકાન ધારકો દ્વારા અનાજ વિતરણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેના પગલે રાજ્યના ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને અનાજ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ગુજરાત ફેર પ્રાઇસ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા શહેર અને જિલ્લાના સભ્યો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરની 15000 જેટલી સરકારી અનાજની દુકાનો આ વિતરણ પ્રક્રિયાથી દૂર રહેશે. એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી રેશનકાર્ડની સો ટકા ઈકેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અનાજનું વિતરણ કરવામાં આવશે નહીં. ઘરે ઘરે જઈને રેશનકાર્ડની ઈકેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી એ સરકારની ફરજ છે. રાજ્ય સરકારનો વિભાગ ફક્ત છાપામાં જાહેરાત આપે તે કેટલે અંશે યોગ્ય છે. દુકાનદારોને દબાણ કરવાથી ઈકેવાયસી પૂર્ણ નહીં થાય. સરકારે તેના માટે નક્કર પગલા ભરવા પડશે. આ અંગે કોર્ટમાં જઈને લડવા માટે પણ તૈયાર છે. રાજ્ય સરકાર ઈકેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે અને ખોટા આંકડા જાહેર કરી રહી છે. આધાર કાર્ડ અને મત ગણતરી પ્રક્રિયાની જેમ ઈકેવાયસી પણ કરવું જોઈતું હતું. પરંતુ, તે સરકારે કર્યું નથી ઈકેવાયસી ઉપરાંત દુકાનદારોને મળતા 20,000 કમિશન અંગેની પદ્ધતિ બદલવા માટે પણ સરકારે અપીલ કરી હતી. જે અંગે પણ વિતરણ વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


મુદ્દો ખોટો હોવાથી એમને સમર્થન નથી આપતા :

વડોદરા શહેર જિલ્લો એમાં જોડાયો નથી. પ્રહલાદ મોદીનું એ સંગઠન છે એમણે કોલ આપ્યો છે બંધ માટેનો, એટલે વડોદરામાં એ પ્રકારનું કોઈ બંધ રહેવાનું નથી. આપણે વડોદરા શહેર જિલ્લાની 800 ઉપરાંત દુકાનો છે. દુકાનદારોનું સંગઠન દુકાનદારોના હિતની ચિંતા કરે અને સરકાર અને રેશનકાર્ડ ધારકો અથવા નાગરિકોનો વિષય છે. એના માટે થઈને દુકાનદારોએ શું કામ લડવું જોઈએ. અને ઈકેવાયસી કરવું એ ફરજિયાત છે. કોઈકના નામનું આધાર કાર્ડ ક્યાંક કોઈ ખોટી જગ્યાએ લીંક હોય અને એનો ગેરફાયદો કોઈ ઉપાડતુ હોય અને એને ઈકેવાયસી કરીને કોઈ સાચી જગ્યાએ સાબિત થઈ જતું હોય તો એ વ્યક્તિને ફાયદો થતો હોય તો અમને શું વાંધો હોય. એટલે એમનો મુદ્દો ખોટો છે માટે થઈને આપણે એમને સમર્થન નથી આપતા :

જીતેન્દ્ર નંદા, પ્રમુખ, ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ ઓફ એસોસિએશન

Most Popular

To Top