Vadodara

અંગદાન એ મહાદાન’ ઉક્તિને સાર્થક કરવા માટે નવલખી મેદાન ખાતેથી સાયક્લોથોનનુ આયોજન કરાયું




વડોદરા: ‘અંગદાન એ મહાદાન’,’અંગદાન એ જીવતદાન ‘ ઉક્તિને સાર્થક કરવા માટે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ નવલખી મેદાન ખાતેથી 40 મિનીટની 14.8 કિલોમીટર ના સાયક્લોથોનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે નવલખી મેદાન થી શરૂ થ ઇ પરત નવલખી મેદાન ખાતે પૂર્ણ થ ઇ હતી. આ કાર્યક્રમમાં અંગદાનના મુખ્ય પ્રણેતા દીલીપ દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

સામાન્ય રીતે મનુષ્યના અંગોમાં આઠ અંગોનું દાન કરી દર્દીઓને નવજીવન આપી શકાય છે. જેમાં પાંચ અંગો ખૂબ મહત્વપૂર્ણ હોય છે ત્યારે વડોદરા શહેરમાં દીલીપ દેશમુખની પહેલથી આજે ઘણા લોકો અંગદાન તરફ વળ્યા છે. ત્યારે લોકોમાં વધુ ને વધુ અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ સાયક્લોથોનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો.

Most Popular

To Top