કપડવંજ: કપડવંજ તાલુકાના દહીંયપ
નવાપુરા અને દુજેવાર ગામના ખેડૂતોની માગણી છે કે નર્મદા મુખ્ય કેનાલમાંથી લસુન્દ્રા ગેટથી સનાલી શાખા નીકળે છે, જેમાંથી સનાલી શાખામાંથી દહીયપ ડિસ્ટ્રીક કેનાલ આવી છે અને જેમાંથી અનારા માઇનોર 2 કેનાલ નીકળે છે. જેમાં દહીંયપ ડિસ્ટ્રીક કેનાલમાં જંગલ કટીંગ, માટીકામ અને લાઇનિંગ નું કામ અંદાજે 600 મીટર નુ કામ કરવાનું બાકી છે. અનારા માઈનોર ૨ માં અંદાજિત ચાર કિલોમીટર જંગલ કટીંગ, માટીકામ અને લાઈન્ડીંગનું કામ કરવાનું કહેવાયું હતું પરંતુ મંડળીના ચેરમેન દ્વારા અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કામ કરવામાં આવ્યું નથી. માર્ચ 2025ના છેલ્લા અઠવાડિયામાં કામ કરવાનું કહ્યું હતું પરંતુ એપ્રિલ 2025, મે 2025 સુધી ઉપરોક્ત કોઈ કામ કરવામાં આવ્યું નથી . જેથી ખેડૂતોને ખરીફ સીઝનનો પાક પકવવામાં મુશ્કેલી પડે તેમ છે. જેની અંદાજિત 400 થી 600 હેક્ટર જમીન પડતર રહે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ છે તેમજ કેનાલ ઉપર કોઠીઓ પણ સાફ કરાવી નથી. તો તંત્ર દ્વારા સત્વરે આ કામ ચોમાસુ બેસે એ પહેલા કરવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની માગણી છે.