*છોટાઉદેપુર જિલ્લામાં ‘ઓપરેશન શિલ્ડ’ અંગે એકવાડેક નર્મદા કેનાલ ખાતે હવાઈ હુમલા અંગે મોકડ્રિલ યોજાઈ*
–
*૨૦ જેટલી ઘાયલ વ્યક્તિઓને એમ્બ્યુલન્સના માધ્યમથી નજીકના આરોગ્ય કેન્દ્ર પર ખસેવામાં આવ્યા*
–
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અંગે એકવાડેક નર્મદા કેનાલ ખાતે હવાઈ હુમલા અંગે મોકડ્રિલ યોજાઈ હતી.

હુમલાનો સંદેશો મળતાની સાથે જ ફાયર બ્રિગેડ, પોલીસ, ૧૦૮, બોડેલી પ્રાંત અધિકારીશ્રી, તાલુકા મામલતદાર સહિતના અધિકારી અને કર્મયોગીઓ તથા આપત્તિ વ્યવસ્થાપનના યુનિટની કર્મયોગી ટીમે તાત્કાલિક રિસ્પોન્સ આપી અને રાહત બચાવ કામગીરી આરંભી હતી.

આ મોકડ્રીલમાં કટોકટીની સ્થિતિમાં સંભવિત આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ દ્વારા રાહત બચાવની કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા, ફસાયેલા વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી. નર્મદા કેનાલ એકવાડેક થયેલ હવાઈ હુમલામાં હવાઈ હુમલા દરમિયાન કેનાલ પર ૧૦ લોકોના મૃત્યુ અને ૨૦ ઘાયલ થયેલ વ્યક્તિઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ૫૦ વ્યક્તિઓને તાલુકા સેવા સદન ખાતે રેસ્ક્યુ કરવામા આવ્યા હતા.

ઓપરેશન શિલ્ડ અંતર્ગત બોડેલી ટાઉન ખાતે ૮.૦૦ થી ૮.૩૦ દરમિયાન બ્લેક આઉટના અભ્યાસનું પણ આયોજન કરાયું હતું. દરમિયાન સ્ટ્રીટ લાઈટ્સ અને ઘરોની લાઇટ બંધ રાખી બ્લેક આઉટમાં સહભાગી બન્યા હતા. દરેક નાગરિકો એ તેઓના ઘર/ઓફિસની તમામ લાઇટ બંધ કરી તમામ સ્થાનિક સત્તામંડળો એ સ્ટ્રીટ લાઈટ તથા જાહેર જગ્યાઓ પર અંધારપટનો અભ્યાસ હાથ ધર્યો હતો.

આ સમગ્ર ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલમાં મદદનીશ પોલીસ અધિક્ષક , બોડેલી પ્રાંતધિકારી , મામલતદાર સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–