Kalol

કાલોલ તળાવની પાળ પાસેથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો ઈસમ ઝડપાયો


કાલોલ :
શુક્રવારે સાંજના સમયે એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી કે કાલોલ તળાવની પાળે પોતાના રૂના ગોડાઉનમાં ઈમરાન ઇસ્માઇલ મન્સુરી ગેરકાયદેસર રીતે એક બોટલમાંથી બીજા બોટલમાં ગેસ ભરી આપી વેચાણ કરે છે. જે આધારે પોલીસે રેડ કરતા બાતમી મુજબનો ઇસમ હાજર મળી આવ્યો હતો. તેના ગોડાઉનમાં નાના મોટા ગેસના બોટલ મળી આવ્યા હતા. જે ઇન્ડેન ગેસના બોટલમાંથી બીજા બોટલમાં ગેસ ભરી આપતો હોય નોઝલ તથા વજન કાંટો મળી રૂ ૭,૧૦૦નો મુદામાલ કબજે કરી જલ્દી સળગી ઊઠે તેવા પદાર્થને ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની અને અન્યોની જીંદગી જોખમમાં મૂકાય તેવું કૃત્ય કરવા બદલ બીએનએસ કલમ ૨૮૭,૧૨૫ મુજબની કાર્યવાહી કાલોલ પોલીસ મથકે નોંધાવાઈ છે.

Most Popular

To Top