લાલુપ્રસાદ યાદવે તેમના પુત્ર તેજપ્રતાપ યાદવને રાષ્ટ્રીય જનતા દળમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવાનો નિર્ણય લીધો અને પરિવારમાંથી પણ બેદખલ કર્યો છે. બિહારમાં ચૂંટણી આડે બહુ ઓછો સમય બચ્યો છે ત્યારે આ પગલું રાજકીય અને પારિવારિક દૃષ્ટિએ લાલુ યાદવ અને આરજેડી માટે ફાયદા અને નુકસાન બંને લાવી શકે છે. ભારતમાં મોટા ભાગના રાજકીય પક્ષોનું સુકાન એક જ પરિવારના હાથમાં રહ્યું છે. કોંગ્રેસથી માંડી આરજેડી સુધી આ વાત સાવ સાચી છે. લાલુ યાદવ ભારતના રાજકારણમાં એક અવિશ્વસનીય ચહેરો છે. એ સંસદમાં હોય કે બિહારમાં મિડિયા અને લોકો માટે હાસ્યનો પૂરો મસાલો પૂરો પાડે છે. બિહારમાં એમને અને એમનાં પત્ની રાબડી દેવીના રાજને જંગલ રાજ તરીકે ઓળખવામાં આવે છે અને લાલુ આ મુદે્ સજા ભોગવી ચૂક્યા છે. એમની સામેના કેસ હજુય ચાલુ છે. એમના પરિવાર સામે પણ કેસ ચાલે છે.
આમ છતાં આરજેડી આજેય બિહારના રાજકારણ પર વર્ચસ ધરાવે છે. પણ જ્યારથી નીતીશકુમારનો બિહારની રાજનીતિમાં ઉદય થયો અને એના સહારે ભાજપ પણ મજબૂત બન્યો અને આજે સ્થિતિ એ છે કે, નીતીશ નબળા પડ્યા છે અને ભાજપ મજબૂત બની ગયો છે. પણ લાલુ યાદવના પક્ષની કમાન હવે તેજસ્વી યાદવ સંભાળી રહ્યા છે. લાલુ યાદવનો બહોળો પરિવાર છે અને એમાં તેજપ્રતાપ અને તેજસ્વી એમના રાજકીય વારસદાર ગણાયા પણ તેજપ્રતાપને જે રીતે બેદખલ કરી દેવાયા એનાથી વધુ એક વાર સ્પષ્ટ થઇ ગયું છે કે, લાલુના વારસદાર તેજસ્વી જ છે. યોગાનુયોગ કેવો છે કે, તેજપ્રતાપને બેદખલ કરાયા અને બીજી બાજુ તેજસ્વીના ઘરે દિકરાનો જન્મ થયો છે. એક બાજુ માઠા સમાચાર અને બીજી બાજુ શુભ સમાચાર. આ બે વચ્ચે આરજેડીની પ્રતિષ્ઠા ઝોલાં ખાઈ રહી છે.
તેજપ્રતાપ રાબડી દેવીને પ્રિય છે પણ લાલુ યાદવ નારાજ રહ્યા છે. તેજ દિલ્હીમાં ભણ્યા છે. એક સમયે એના જન્મ બાદ લાલુનો રાજકીય ઉદય થયો હતો પણ તેજના દિમાગમાં પહેલેથી સત્તાનો નશો છવાયેલો છે. લાલુ યાદવ હાર્યા અને સીએમ બંગલો ખાલી કરવો પડ્યો ત્યારે સૌથી ગુસ્સામાં તેજ હતા અને લાલુ યાદવ સીએમ હતા ત્યારે પત્રકારો એમના ઘેર ગયેલા એની સાથે તેજનો વ્યવહાર તુમાખીભર્યો હતો અને લાલુએ ત્યારે એનો બચાવ કરેલો. લાલુ યાદવ અને નીતીશ સાથે થયા અને નીતીશ સીએમ બન્યા ત્યારે તેજસ્વી ડે.સી.એમ. બન્યા અને તેજને આરોગ્ય મંત્રી બનાવાયા હતા જ્યાં એમનો દેખાવ સાવ સરેરાશ રહ્યો હતો. ત્યારે જ નક્કી થઇ ગયું હતું કે, તેજ રાજકીય રીતે બહુ આગળ નહિ વધે. તેજનાં લગ્ન ઐશ્વર્યા સાથે થયા એ પણ એક રાજકીય સોદો જ હતો જે વાત આજે ઐશ્વર્યા કહી રહી છે.
છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને તેજે પોતાની પ્રેમિકા સાથેની તસ્વીર સાથેની પોસ્ટ મૂકી એ પછી લાલુ એને બેદખલ કરી દેવા માટે મજબૂર બન્યા છે. લાલુ યાદવે આ નિર્ણય દ્વારા પાર્ટીમાં અનુશાસન અને જવાબદારીનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પગલું પક્ષની છબીને નુકસાનથી બચાવવા માટે ‘ડેમેજ કંટ્રોલ’નો ભાગ હોઈ શકે છે. આનાથી લાલુ યાદવની નૈતિકતા અને પાર્ટીના હિતને પરિવારથી ઉપર રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે જનતામાં સકારાત્મક સંદેશ આપી શકે છે. આ નિર્ણયથી પાર્ટીનું ધ્યાન તેજસ્વીની આગેવાની પર કેન્દ્રિત થઈ શકે છે, જે બિહારના આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ફાયદાકારક બની શકે છે.
પણ બીજી બાજુ, પુત્રને પરિવારમાંથી હાંકી કાઢવાનું પગલું લાલુ યાદવના પરિવારની આંતરિક એકતાને નુકસાન પહોંચાડી શકે છે. એમ પણ કહેવામાં આવે છે કે, તેજપ્રતાપ જો મોઢું ખોલે તો લાલુના પરિવારને બિહાર છોડવું પડી શકે છે, જે પરિવારની અંદરના ગંભીર મતભેદો તરફ ઇશારો કરે છે. આનાથી પરિવારની જાહેર છબીને નુકસાન થઈ શકે છે. તેજપ્રતાપ, ભલે વિવાદાસ્પદ હોય, પાર્ટીના યુવા નેતા તરીકે ઓળખાય છે અને આરએસએસ સામે એમણે એક પાંખ પણ ઊભી કરી હતી અને મહત્ત્વની વાત એ છે કે, ઐશ્વર્યાના પિતા એટલે કે લાલુ યાદવના વેવાઈ મોટા ભાગે આ વેળા જેડીયુની ટિકિટ પર ચૂંટણી લડે એવા સંજોગો છે. એવું બન્યું તો વિપક્ષ પાસે લાલુ યાદવ સામે બહુ મજબૂત મુદો્ મળી જવાનો અને વિપક્ષ આ મોકો જતો નહિ કરે એ નક્કી છે અને એટલે જ લાલુએ પુત્રને બેદખલ કરવાનું આકરું પગલું લીધું છે.
તેજપ્રતાપ 2015થી બિહાર વિધાનસભામાં મહુઆ બેઠક (વૈશાલી)નું પ્રતિનિધિત્વ કરે છે. 2020ની ચૂંટણીમાં પણ તેમણે આ બેઠક જાળવી રાખી. જો કે, તેજપ્રતાપ વારંવાર વિવાદોમાં રહ્યા છે, જેમાં તેમના વાઇરલ ફોટો, વિવાદાસ્પદ નિવેદનો અને અંગત જીવન (જેમ કે ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાનો મામલો)નો સમાવેશ થાય છે. 2020માં, તેમણે પક્ષની ટિકિટ વિતરણ પર નારાજગી વ્યક્ત કરી અને પોતાની અલગ ‘છાત્ર જનશક્તિ પરિષદ’ નામની સંસ્થા બનાવવાની ધમકી આપી, જેનાથી પાર્ટીની એકતા પર પ્રશ્નો ઊભા થયા.
એમ તો તેજે એક વાર કહેલું કે, ‘પક્ષનો દીવો હું બુઝાવી દઈશ’, આ બધું જોતાં લાલુ પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો. હવે મુદો્ એ છે કે, લાલુ અને તેજસ્વી આ મુદાને પોતાને થનારા નુકસાનથી કઈ રીતે બચાવે છે અને વિપક્ષ આ મુદા્થી લાલુની પાર્ટીને કેટલું નુકસાન કરી શકે છે એના પર બિહારની ચૂંટણીનાં પરિણામોનો આધાર છે. આરજેડી માટે એક સારી વાત એ છે કે, અસદુદિન ઓવૈસી આરજેડી સાથે હાથ મિલાવવા માગે છે. ઓવૈસી અત્યારે ઓપરેશન સિંદૂર મુદે્ સરકારના એક ડેલીગેશનની આગેવાની કરી રહ્યા છે.
ઓમરનું સ્તુત્ય પગલું
કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો અને ભારત સરકારે પાકિસ્તાનને જડબાંતોડ જવાબ આપ્યો પછી સરહદે શાંતિ તો છે પણ કાશ્મીરમાં પ્રવાસન લગભગ ઠપ્ છે. ઘણાં બધાં સ્થળો સલામતીનાં કારણોસર બંધ કરાયાં છે. પણ આ સ્થિતિમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક સ્તુત્ય અને પ્રશંસનીય પગલું લીધું છે. પહેલી વાર સરકારની કેબીનેટ બેઠક પહેલગામમાં મળી અને એટલું જ નહિ ઓમરે પહેલગામમાં પોતાના પુત્ર અને સાથીઓ સાથે સાયકલ પર પરિભ્રમણ કર્યું. જાણીતાં સ્થળોએ તસ્વીરો લીધી અને એ પોસ્ટ પણ કરી.
ઓમર અબ્દુલ્લાએ પહેલગામ બજારથી નુનવન બેઝ કેમ્પ સુધી સાયકલ દ્વારા યાત્રા કરી હતી. તેમનો આ સાયકલિંગનો હેતુ પ્રવાસીઓને આકર્ષવાનો અને આતંકવાદના ભયને તોડવાનો હતો, જેથી લોકો જમ્મુ-કાશ્મીરમાં ભયમુક્ત થઈને પ્રવાસ કરી શકે. આ ઉપરાંત, તેમણે અમરનાથ યાત્રાની તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા. કેબિનેટની એક વિશેષ બેઠક યોજી હતી તેના દ્વારા આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરની સરકાર મક્કમ છે અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. તેમણે સ્થાનિક લોકોની હિંમત અને હુમલા બાદ પ્રવાસીઓને મદદ કરવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી.
આ બહુ મહત્ત્વનો પ્રયાસ છે. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન મુખ્ય ઉદ્યોગ છે અને રાજ્યનું અર્થતંત્ર એના પર નભે છે. તાજેતરમાં કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા ઘણી વધી અને આતંકી હુમલા પછી પ્રવાસન અટકી પડ્યું છે ત્યારે લોકો અહીં ફરી આવતાં થાય એ માટે ડરનું વાતાવરણ દૂર થાય એ આવશ્યક છે. ઓમર અબ્દુલ્લાએ તો એમ પણ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર સાથે વાત થઇ છે અને પ્રતિબંધિત સ્થળો ધીમે ધીમે ફરી ખોલી નાંખવાં જોઈએ એ વિષે રજૂઆત કરી છે અને કેન્દ્રનો સારો પ્રતિભાવ મળ્યો છે. કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બને એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ સાથે મળીને કામ શરૂ કરવું પડશે અને એ દિશામાં કામ શરૂ થયું છે એ સારી નિશાની છે. કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.