Vadodara

વડોદરા : દાદાએ 4 વર્ષની પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા હોવાની પુત્રવધૂની ફરિયાદ

પિતા અને પુત્ર વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટીને લઇને વિવાદ ચાલી રહ્યા છે, પ્રૌઢ દાદાની  પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

પ્રતિનિધિ વડોદરા તા.30

વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા અને પુત્ર વચ્ચે પ્રોપર્ટી લઇને ભારે વિવાદ ચાલી રહ્યા છે. જેથી પિતા અને પુત્ર અલગ અલગ મકાન રહે છે. દરમિયાન 76 વર્ષીય પિતા નવાપુરા વિસ્તારમાં આવેલા મકાન કુળદેવીના દર્શને ગયા હતા. દરમિયાન ત્યાં એકલી રમતી તેમના પુત્રની ચાર વર્ષની દીકરી સાથે શારીરિક અપડલા કર્યા હોવાની ફરિયાદ પુત્રવધૂએ નોંધાવતા પોલીસે દાદાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.   વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા પિતા તથા તેમના પુત્ર વચ્ચે પ્રોપર્ટીને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે. જેના બાબતે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી. દરમિયાન 29 મેના રોજ 76 વર્ષ પ્રૌઢ નવાપુરા સ્ટેશન વિસ્તારમાં પોતાના કુળદેવીના માતાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેમની પુત્રવધૂ પણ ઘરમાં તેમની ચાર વર્ષની દીકરી સાથે હાજર હતી. જેથી પુત્રવધૂ તેમના પતિને બોલાવવા માટે ઉપરના માળે ગઇ હતી. દરમિયાન ચાર વર્ષની દીકરી એકલી હોય પુત્રવધૂ દ્વારા તેમના સસરાએ ચાર વર્ષની દાકરી સાથે શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ સાથે નવાપુરા પોલીસ સ્ટેશનમાં પોતાના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા બાળકી સાથે શારીરિક અડપલા કરનાર દાદાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી તથા તેમના પુત્ર વચ્ચે મિલકતને લઇને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને અગાઉ તેમના ઝઘડા પણ થયા હતા. ત્યારે ફરીવાર આ પરિવારનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

Most Popular

To Top