કાલોલ :
હાલોલની આમ્રપાલી સોસાયટીમાં રહેતાં જતીન ચીમનલાલ ખારા ધ્વારા ઓળખાણને નાતે યુવરાજ હોટલના પાછળ રહેતા પંકજ અશોકકુમાર દલવાડીને ઈંટોના ભઠ્ઠામાં કારીગરોને નાણા ચૂકવવા માટે રૂ ૨,૫૦,૦૦૦ હાથ ઉછીના માંગતા ફરિયાદીએ તા ૧૯/૦૩/૨૦૨૪ના રોજ જીતેન્દ્ર પટેલ ની હાજરીમાં રોકડા આપ્યા હતા. જેની સામે આરોપીએ તા ૩૦/૦૫/૨૦૨૪ નો પોતાના ખાતાનો જનતા સહકારી બેંક હાલોલનો ચેક તમામ વિગતો ભરીને આપ્યો હતો અને બે મહિનામાં નાણા ચૂકવી આપશે તેવો પાકો વિશ્વાસ આપ્યો હતો. ફરિયાદીએ ચેક પોતાની બેંકમાં વસુલાત માટે રજૂ કરતા અપૂરતા fun ને કારણે રીટર્ન થયો હતો. જે બાદ આરોપીને નોટિસ આપી હાલોલના એડી જ્યુ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપી તરફે એડવોકેટ જે બી જોશીએ હાજર થઈ દલીલો કરી હતી અને ફરિયાદી એકસામટા આટલી મોટી રકમ આરોપીને ચૂકવી હોય તેવો કોઈ પુરાવો રજુ કર્યો નથી તેમજ આરોપીએ ગુગલ પે થી ફરિયાદીને અલગ અલગ દિવસે રૂ ૬૫,૦૦૦ ચૂકવી આપ્યાની હકીકત ફરિયાદીએ ઉલટ તપાસમા કબૂલ કરી છે. ફરિયાદી પોતાની આવકનું સ્ત્રોત દર્શાવતો પુરાવો રજૂ કરી શક્યા નથી. જીતેન્દ્ર પટેલની હાજરીમાં પૈસા આપ્યાનું જણાવ્યા છતા જીતેન્દ્ર પટેલને તપસ્યા નથી. જેથી ફરિયાદી પાસે આટલી મોટી રકમ હોવાની વાત શંકાસ્પદ છે. ફરિયાદીના આવક વેરાના રિટર્ન માં છેલ્લા આઠ દસ વર્ષ થી લોન ચાલતી હોવાનું જણાવ્યું છે. વધુમાં ગુગલ પે થી આરોપીએ કેટલાક પૈસા ચુકવ્યા હોવાનું ફરિયાદીએ સ્વીકાર્યું છે. જેથી ફરિયાદ પક્ષ પોતાનુ લેણુ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોય આરોપીના એડવોકેટ જે બી જોશીની દલીલો અને રજૂ કરેલ ચુકાદાઓને આધારે હાલોલના એડી જ્યુ મેજિસ્ટ્રેટ ( ફ. ક) એચ એચ બિસ્નોઇ દ્વારા આરોપી પંકજ અશોકકુમાર દલવાડીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.