Charchapatra

સાયબર ક્રાઇમ વિરુદ્ધ ઈ-ઝીરો એફઆઇઆર

સાયબર ક્રાઇમ વિરુદ્ધ સરકારે ઝીરો નમ્બરથી કાયદેસર રીતે પ્રથમ દર્શનીય ફરિયાદ નોંધી ગુન્હો દાખલ થયેથી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા અંગેની સત્તાવાર જાહેરાત કરી, કિન્તુ, તેવી ફરિયાદ તબદીલીના મામલે પોલીસ વિભાગ સ્વીકારી લઇને નોંધશે ખરા? ખેર, ઝીરો નમ્બર અંગેની જોગવાઇ વર્ષોથી કાયદામાં રહેલી જ છે! CRPCની કલમ 154માં સ્પષ્ટ છે કે, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) નોંધાવી શકાય છે પછી ભલેને તે પોલીસ સ્ટેશનના જ્યુરિડિક્શનમાં હોય કે ના હોય! ઝીરો FIRમાં ગુનો નથી લખવામાં આવતો!

કેમ કે, આ પ્રકિયામાં ઈન્સ્પેક્ટર કે સીનિયર રેન્કનો અધિકારીએ એક ફોરવર્ડિંગ પત્ર લખી અને એ એક સિપાઈ મારફત  સંબંધીત પોલીસ સ્ટેશનમાં મોકલવો પડતો હોવાથી ત્યાર બાદ કેસમાં આગળ તપાસ શરુ થતી હોય છે! પોલીસ આ એફઆઈઆરને લખવામાં એટલા માટે આનાકાની કરે છે, કારણ કે, ઘણી વખત જોવા મળે છે કે, બે લોકો વચ્ચે ઝઘડો-મારપીટ થઈ હોય ત્યારે આવા કેસમાં ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ બીજા વ્યક્તિ સામે ખોટા આરોપ પણ લગાવી દેતા હોય છે. એટલા માટે જે વિસ્તારનો આ કેસ ના હોય તેથી પોલીસ સ્ટેશન આવા પ્રકારની ઘટનાઓમાં ફરિયાદ (FIR) નોંધવાથી બચતા હોય છે!
સુરત     – સુનીલ બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે 

Most Popular

To Top