SURAT

સુરતમાં 6 વર્ષની માસૂમ બાળકી હવસનો શિકાર બની, પડોશી નરાધમે પોતાના ઘરે લઈ જઈ ચૂંથી નાંખી

સુરત શહેરમાં વધુ એક માસૂમ બાળકી વાસનાલોલુપ નરાધમની હવસનો શિકાર બની છે. શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 6 વર્ષની બાળકી સાથે પડોશી નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે.

શહેરના સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા એક પરિવારની માત્ર છ વર્ષની બાળકીને તેની પડોશમાં જ રહેતા યુવાને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પલાયન થઈ ગયો છે. દોડતી થયેલી પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકીને તેની પાડોશમાં જ રહેતા શખસે પોતાની વાસનાનો શિકાર બનાવી છે. 6 વર્ષીય બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે માસૂમ બાળકી તેના કાકા પાસે હતી. કાકા નાઈટ શિફ્ટ કરીને આવ્યા હોય ઊંઘી ગયા હતા. ત્યારે પાડોશમાં જ રહેતો શખસ બાળકીને ઉઠાવી તેના ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.

બાળકી રડતા રડતા તેના ઘરે પરત ફરી હતી અને કાકાને જાણ કરી હતી. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી હજીરાની એક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આરોપી નાસી છુટ્યો છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Most Popular

To Top