ચૂંટણીઓ વેળાએ થોકબંધ મતો ખેંચી લાવતા કાર્યકર્તાઓને રાજી રાખવા પોતાનાં કપડાં ઉતારતી અને ઈન્ટીમેટ પોઝ આપતી ફિમેલ કન્ટેસ્ટન્ટના અત્યંત અશ્લીલ કન્ટેન્ટ ધરાવતા ખાનછાપ તથા કુન્દ્રાબ્રાન્ડ સંખ્યાબંધ વિડિયો બતાવવા રાજ્યની સરહદે સરકારી જમીનો પર બનાવાયેલ ગેરકાયદે મસ્જિદો-મદરેસા-મઝારો પર બુલડોઝર ફેરવવું. જ્યાં સુધી કેન્દ્ર સરકાર પાકિસ્તાન સામે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો ન લે ત્યાં સુધી કોઈ જાહેર સન્માન સ્વીકારીશ નહીં એવું પ્રતિજ્ઞાપૂર્વક કહેવું, જો ત્યાંથી (પાકિસ્તાન)થી ગોળી ચાલી, તો અહીં (ભારત)થી ગોળા ચાલશે એવા નિર્દેશ જાહેર કરવા, પછાતો અને દલિતોને છેતરવાની વર્ષો જૂની ટેવવાળા પક્ષોના લીડરોને પોલિટિકલ ચીટર ગણાવવા લાલલીલી ટોપીધારી નેતાઓનાં કાળાં કરતૂતોથી પ્રદેશનાં લોકો માહિતગાર છે એવા નિવેદનના સંદર્ભમાં લાલલીલા રંગને મજૂરો-ખેડૂતો- ગરીબોનો રંગ ગણાવીને એમના તારણહાર તરીકે લાલલીલી ટોપીને ગણાવવી આદિ સિયાસતી છક્કડબાજી- છરાબાજી- છાલકબાજી- છેતરબાજી-છક્કાપંજા-છેદનભેદન-સાંપ્રતકાળમાં અનુભવાય છે.
અમદાવાદ – જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.