જાપાનની એનાઇમ ફિલ્મ ભારત જ નહીં દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય છે. જાપાનનું આ સર્જનાત્મક ઉત્પાદન વૈશ્વિક સ્તરે ખૂબ પ્રભાવશાળી બની રહ્યું હોવા છતાં તેના સર્જકો, તેને બનાવનાર કલાકારોનું મળત૨ દિવસે દિવસે ઓછું થતું જાય છે. સરકારી રેકોર્ડ અનુસાર એનાઇમ નિકાસ વિક્રમી સ્તરે છે, પણ જાપાનના સર્જકોનું વિદેશી વચેટિયાઓ દ્વારા વ્યવસ્થિત રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. મોટા ભાગનો નફો આ વચેટિયાઓ કમાય છે અને મૂળ સર્જકોને તો નગણ્ય બદલો મળે છે. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને વિદેશી વિતરકો જાપાનના સર્જકોને ખૂબ ઓછું વળતર આપે છે. આ અસમાનતા સુધારો માંગે છે, નહીં તો જાપાનની આ કળાને મોટું નુકસાન થઈ શકે છે અને ધીરે ધીરે તેના સર્જકો ઓછા થતાં જશે અને આ કળા બજારમાંથી અદૃશ્ય થઈ જશે.
જાપાનના ઇન્ડસ્ટ્રી રિપોર્ટ મુજબ ૨૦૨૩માં એનાઇમે ૧૯.૮ બિલિયનની વૈશ્વિક આવક ઊભી કરી હતી. જાપાનના ઘરઆંગણાના વપરાશ કરતાં આ પ્રોડક્ટ માટે વિદેશી બજાર મોટું થતું જાય છે અને આમ છતાંય આ વિસ્તરી રહેલા ધંધામાંથી વાજબી હિસ્સો પણ મેળવવામાં જાપાનના ઉત્પાદકો સંઘર્ષ કરી રહ્યા છે. હાલ આ ઉદ્યોગ એક ખતરનાક ચક્રમાં ફસાયેલો છે. ઓછા વેતનથી પુષ્કળ કામ કરતાં કલાકારો પાતળા માર્જિન સાથે વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની માંગ સંતોષવા પહેલાં કરતાં વધુ સામગ્રીનું ઉત્પાદન કરે છે. આનાથી તેમનો વિકાસ નથી થઈ રહ્યો પરંતુ ઓછા વેતનવાળું વધુ પડતું સર્જનાત્મક ભારણ આખરે ઘટાડાનું કારણ બનશે.
આનો ઉકેલ Web3 ટેકનોલોજીમાં રહેલો છે. Web3 ટૂલ્સ સર્જકો અને દર્શકોને બ્લોકચેન અને AIનો ઉપયોગ કરીને બૌદ્ધિક સંપદાનું સહયોગથી નિર્માણ કરવાની સાથે યોગ્ય આવક રળવાની તક આપે છે. જાપાન પાસે તકનીકી ક્ષમતાઓ અને સર્જનાત્મક પ્રતિભા હોવા છતાં હજુ સુધી આનો અમલ નથી થઈ શક્યો એ આશ્ચર્યની વાત છે. બ્લોકચેન પ્લેટફોર્મ ઘણા લાભ આપે છે. તેનાથી કન્ટેન્ટનો માલિકી રેકોર્ડ બને છે. આના કારણે જ્યારે પણ આ કન્ટેન્ટ આવક રળે ત્યારે તેના સર્જકોને યોગ્ય વળતર ઓટોમેટિક સિસ્ટમ દ્વારા મળે છે. બીજું, તેનાથી સર્જક અને દર્શક વચ્ચે સીધો સંપર્ક પ્રસ્થાપિત થાય છે અને વચેટિયાઓ આપોઆપ દૂર થઈ જાય છે.
કોઈ પણ ઉદ્યોગ કાયમી ધોરણે ઘટતાં જતાં વળતર અથવા ખૂબ ઓછા નફાથી કામ કરી શકે નહીં. જાપાન એક ટેકનોલોજીકલ અને સાંસ્કૃતિક પરિવર્તન બિંદુ પર ઊભું છે. કન્ટેન્ટ નિર્માતાઓ માટે તૈયાર કરાયેલી Web3 તકનીકને અપનાવીને જાપાન પોતાના સર્જકોને લાભ આપી શકે છે. નહિતર ડિજિટલ ક્રાંતિને ચૂકી જવાનો જાપાનને અફસોસ રહેશે. વ્યાજબી બજાર હિસ્સો મેળવવામાં જાપાન નિષ્ફળ જશે તો અન્ય કોઈ સ્પર્ધક તેની કળાની નકલ કરીને તેનું સ્થાન લઈ લેશે. જાપાનનું સર્જનાત્મક ભવિષ્ય તેના સર્જકોને આર્થિક લાભ આપવામાં સફળ થાય છે કે નહીં તેના પર નિર્ભર છે.
જાપાનનો આ અનુભવ કોઈ પણ દેશ માટે દાખલો લેવા જેવો છે. ભારતની કલાકૃતિઓ એક જમાનામાં સાત સમંદર પાર પહોંચતી અને ત્યાં વેચાતી, જે પ્રમાણમાં વ્યાજબી વળતર આપતો ધંધો હતો. ઢાકાની મલમલ આવી જ એક પ્રોડક્ટ હતી. આજે બધું નામશેષ થઈ ગયું છે અને હજુ પણ કેટલાંક પુરાણાં ઉત્પાદનો, જેને આપણે બે ઘડી જોતાં જ રહીએ, તે એના કારીગરોને પૂરતું વળતર ના આપી શક્યા માટે ઘટતા ચાલ્યા છે. આનું આદર્શ ઉદાહરણ પાટણનાં પટોળાં છે. જાપાન જો આટલો અગ્રણી દેશ હોવા છતાં ત્યાંની કલાઓને પણ પુરાણી થઈ જવાનો અને બજારમાંથી ફેંકાઈ જવાનો ડર લાગતો હોય તો ભારતને આવો ડર લાગે તે સ્વાભાવિક છે. આનો સાચો ઉપાય ઘેટાંની માફક મૂંગાં મોઢે શરણાગતિ સ્વીકારવાનો નથી પણ સિંહની જેમ ટેક્નોલૉજીના માધ્યમથી ગર્જના કરી સામે ટકરાવાનો છે.
વિનોદ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.