લગ્નસરાની સીઝન પૂરબહારમાં ખીલી છે. કુટુંબમાં લગ્ન-ઉત્સવો તથા જમણવાર અને કન્યાદાનમાં સોના-ચાંદીના દાગીના, ભેટ-સોગાદોની ભરમાર રહે છે.આ સર્વ કુટુંબની શાખને સમાજમાં ઉજાગર કરે છે. આ સ્વાભાવિક છે, પરંતુ માતા-પિતા તથા વડીલોને ખાસ વિનંતી કે કન્યાદાનમાં આ ભેટોને જરૂર ઉમેરજો, જે કન્યા બંને કુટુંબની સામાજિક ઇમેજમાં વધારો કરી શકે છે તેમ જ કન્યાને તેની વિકટ પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થતા બક્ષી શકે છે અને લગ્નજીવનમાં ખુશખુશાલ રહી શકે છે, જે આજના સંવેદનશીલ સમાજની તાતી જરૂર બની રહે છે. કન્યાદાનમાં બુકે ઓછા અને આધ્યાત્મિક બુક્સ જરૂર આપજો. મોંઘી દાટ ભેટ જરૂર આપો, પણ તેની ઉપયોગિતા વિચારીને આપો તો તથ્ય જળવાઈ રહેશે. કન્યાના આંગણામાં મૂકવા તુલસી કૂંડા જરૂર આપજો, જે કાયમી ભેટ રહેશે અને સાથે સાથે પર્યાવરણનો પણ પ્રચાર થશે. વારસામાં વિરાસતમાં સંપત્તિ ભલે આપો, પણ સંસ્કાર જરૂર આપજો, જે કન્યાનું જીવનભરનું ભાથું રહેશે.
સુરત – દીપક દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.