Charchapatra

કર્ણાટક સરકારનો સાંપ્રદાયિક વિરોધી દળ રચવાનો નિર્ણય યોગ્ય

કર્ણાટકના ગૃહ પ્રધાને તા. 3 મે ના રોજ જાહેર કરેલ છે કે રાજયના દરિયા કાંઠાના મેંગલોર તેમજ ઉડીપી શહેરોમાં સાંપ્રદાયિક તનાવના બનાવો બનતા હોવાથી તેને રોકવા સાંપ્રદાયિક વિરોધી દળની રચના કરવામાં આવશે. કર્ણાટક સરકારનો આ નિર્ણય આવકાર્ય છે. કારણ કે આ દેશનાં નાગરિકોનાં જૂથો વચ્ચે નફરત અને ઉશ્કેરણી ફેલાવવા વિવિધ પ્રયુક્તિઓ અપનાવવામાં આવી રહેલ છે.

નફરતી ભાષણો, ઉશ્કેરણીજનક નિવેદનો, હિંસાચાર તરફ દોરી જતાં કૃત્યો ભરપૂર રીતે પ્રયોજવામાં આવે છે. અફસોસ છે કે તેને રોકવા કોઇ પ્રયત્નો કરવામાં આવતા નથી. તેનાથી ભયનું વાતાવરણ સર્જાય છે અને અમુક કોમનાં લોકો મુકતપણે જીવન માણી શકતાં નથી.  સમગ્ર દેશમાં આ માહોલ પ્રવર્તી રહ્યો છે તેવા સમયે કર્ણાટક સરકારે સમયોચિત આ પગલું ભરીને ભાઈચારો સ્થાપિત કરવાની દિશામાં ભરેલ આ પગલાંની સરાહના થવી જોઈએ.
સુરત     – અશ્વિનકુમાર કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top