દિલ્હીની જીબી પંત હોસ્પિટલના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોલોજીના ડિરેક્ટર પ્રોફેસર ડૉ. મોહિત ગુપ્તા કાર્યક્રમના મુખ્ય વક્તા હતા
આ કાર્યક્રમમાં લગભગ ૫૦૦ ભાઈ-બહેનોએ હાજરી આપી

તબીબી વિજ્ઞાનના સિદ્ધાંતો અનુસાર, આપણા માનસિક સ્વાસ્થ્યનો શારીરિક સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે અને માનસિક સ્થિતિ સ્વાસ્થ્યને કેટલી ઊંડી અસર કરે છે, આ વિષય પર સંશોધન આધારિત તથ્યો સાથે પ્રેરણાદાયી સંદેશ આપવાના ઉદ્દેશ્યથી, 24 મે 2025, શનિવારના રોજ સાંજે 5:00 થી 7:00 વાગ્યા દરમિયાન બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે REWIRE BRAIN, REINVENTING LIFE (વિચારોના પરિવર્તન દ્વારા નવા જીવનનું નિર્માણ) વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડના ડિરેક્ટર કમલભાઈ અગ્રવાલ, પિંકી બહેન અગ્રવાલ, કોનમેટ ઈન્ડિયા લિમિટેડના એમડી રીનાબેન રસ્તોગી, સાઇન ફાર્માસ્યુટિકલ લિમિટેડ ના પ્રદીપભાઈ અગ્રવાલ, જગદીશ ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના ઓનર નીતિન ભાઈ ઠક્કર અને સૌરાષ્ટ્ર કડવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનીભાઈ વાછાણી અને શહેર ના અલગ અલગ ક્ષેત્રના માંથી પણ અનેક મહાનુભાવો કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. ગુપ્તાએ દ્રઢ સંકલ્પ અને સકારાત્મક વિચારો દ્વારા મન, મગજ અને શરીરને સશક્ત કેવીરીતે બનાવી શકાય તેના શ્રોતાઓને નવા અનોખા પોતાના અંગત અનુભવો શેર કર્યા અને સાથે વ્યક્તિઓના જીવંત ઉદાહરણો આપતાં, તેમણે જણાવ્યું કે આ સંકલ્પોની શક્તિથી કેટલા અસાધ્ય રોગો મટાડવામાં આવ્યા છે અને વિચારોની શક્તિ આપણી રોગપ્રતિકારક શક્તિ અને રોગ નિવારણ પર કેટલી અદ્ભુત અસર કરે છે. તેમણે પોતાના અંગત જીવનમાં મગજની સર્જરી ના અનુભવ વિશે પણ બધાને જણાવ્યું અને બધાને પ્રેરણા આપી કે યોગ અને આધ્યાત્મિક વિચારોની શક્તિથી આપણે આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકીએ છીએ શારીરિક બીમારી હોય કે સંબંધોમાં માનસિક અને પરસ્પર નકારાત્મકતા હોય, આપણે યોગ અને શક્તિશાળી સંકલ્પો દ્વારા આ બધાનો ઇલાજ કરી શકીએ છીએ. અંતે, ડૉ. ગુપ્તાએ કોમેન્ટ્રી દ્વારા દરેકને યોગનો સુખદ અનુભવ કરાવ્યો.
સેવા કેન્દ્ર સંચાલિકા બી.કે. ડૉ.અરુણા બહેને બીકે ડૉ.મોહિત ગુપ્તા જી નો અને બધા આમંત્રિત મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો અને બધાને રાજયોગ મેડીટેશન કોર્ષ કરવા માટે પ્રેરિત કર્યા.
સેવા કેન્દ્ર સહ સંચાલિકા બીકે પૂનમ બહેને સ્ટેજનું સંચાલન કુશળતાપૂર્વક કર્યું અને કાર્યક્રમ ના અંત માં બધા એ બ્રહ્માભોજન સ્વીકાર કર્યું.