ડભોઇ: કેવડિયા એકતા નગર પ્રવાસીઓ વધુમા વધુ સંખ્યામાં એસ.ઓ. યુ. જોવા આવે એ માટે રેલ્વે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો, પણ રેલ્વે ના કોન્ટ્રાકટર ધ્વારા કામની ગુણવત્તા ન જળવાતા ટુંકા ગાળામા કરનાળી બગલીપુરા વચ્ચેના રેલવેના ગરનાળાના સળીયા બહાર દેખાવા લાગ્યા છે. વટેમાર્ગુ ઓ અંને ખેડૂતોને સળીયા વાગે એવી દહેશત સતાવી રહી છે. બે દિવસ બાદ કરનાળી ખાતે કુબેરેશ્વર મંદિરે અમાસને લઈ ભક્તોનુ ધોડાપુર જોવા મળશે ત્યારે રેલ્વે ના જવાબદાર અધિકારીઓ એ ગરનાળાની મરામત કરાવે એવી માંગ ચોમેરથી ઉઠવા પામી છે.