Dakshin Gujarat

વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટાં

વલસાડઃ વલસાડ જિલ્લામાં વહેલી સવારે 6 વાગ્યાથી ફરીથી કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. મે મહિનામાં વધુ એક વખત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. શનિવારે સવારે 6 થી 10 કલાક દરમિયાન જ જિલ્લામાં સરેરાશ 14.17 મિમિ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઇ શુક્રવારની કાળઝાળ ગરમી બાદ શનિવારે સવારે રાહત મળી હતી.

વલસાડ જિલ્લામાં શનિવારે વહેલી સવારે 6 થી 10 કલાક દરમિયાન વલસાડમાં 4 મિમિ, ધરમપુર તાલુકામાં 21 મિમિ, પારડી તાલુકામાં 2 મિમિ, કપરાડા તાલુકામાં 6 મિમિ, ઉમરગામ તાલુકામાં 16 મિમિ અને વાપી તાલુકામાં 36 મિમિ જેટલો વરસાદ વરસ્યો હતો. શનિવારે વાપીમાં 35 મિમિ વરસાદ સવારે 6 થી 8 માં જ વરસી ગયો હતો. જેના કરાણે વાપી રેલવે અન્ડરપાસમાં ભારે પાણીનો ભરાવો થઇ ગયો હતો અને 2 કલાક સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જોકે, ત્યારબાદ વરસાદે વિરામ લેતાં વાહન વ્યવહાર ફરીથી શરૂ થઇ ગયો હતો.

Most Popular

To Top