ઇટાલીના સિસિલીમાં સ્થિત વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંના એક માઉન્ટ એટનામાં મંગળવારે નવો વિસ્ફોટ થયો હતો. જેને લીધે આજુબાજુનો વિસ્તાર ગરમ લાવા, ધૂમાડા અને રાખના વિશાળ વાદળોથી ભરાઇ ગયો હતો. સાવચેતી રૂપે એરપોર્ટ બંધ કરી દેવાતા સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
હવામાં 3000 ફિટ ઊંચે સુધી રાખ અને ધૂમાડો જોઇ શકાતો હતો. ઇટાલિયન અધિકારીઓએ માહિતી આપી છે કે જ્વાળામુખી ફાટવાને કારણે આસપાસના ગામોને કોઈ જોખમ નથી. એક ઇટાલિયન ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કટાનીયા શહેરના વડા, આઇજીવીવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર જિઓફિઝિક્સ અને વલ્કેનોલોજીના વડા સ્ટેફાનો બ્રાન્કોએ જણાવ્યું હતું કે, આપણે ખરાબ દ્રશ્યો જોયા છે.
આ દૃષ્ટિ અત્યંત જોખમી લાગી શકે છે, પરંતુ આ જ્વાળામુખી સદીઓથી ફાટી નીકળે છે અને તાજેતરના દાયકાઓમાં ખાસ કરીને સક્રિય છે. મંગળવારે બપોરે એટના દક્ષિણ-પૂર્વના જ્વાળામુખીમાં વિસ્ફોટ શરૂ થયો, બ્રાન્કોએ આગ્રહ કર્યો કે વિસ્ફોટ કોઈ ચિંતાજનક નથી. તેમ છતાં, અધિકારીઓએ કટાનીયાના આંતરરાષ્ટ્રીય વિમાનમથકને બંધ કરી દીધું છે.
ઇમરજન્સી અધિકારીઓએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તેઓ જ્વાળામુખીના કાંઠે ત્રણ ગામો લિંગુઆગ્લોસા, ફોરનાજો અને મિલોની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે