કૌભાંડી કોંગ્રેસને ધૃત્કારી જનતા એ ગુજરાત અને ભારત દેશનું સુકાન સોંપ્યુ છે પણ આ ગાંધીજીનું ગુજરાત બિહામણી દિશામાં આગેકૂચ કરી રીતસરનું ચોકીદારોના હાથમાંથી ખોવાઈ રહ્યું છે. જાહેર ગુનાખોરી, હત્યા, લૂંટફાટ, છેડતી, ઉઠાંતરીનાં કૌભાંડ વાંચવા મળતા રહે છે. આ રોજબરોજ કિસ્સાઓમાં ખુદ ભાજપનાં જ રંગીલાઓના નામોનો ચળકાટ અખબારી પાને ઉજાગર થઈ રહ્યો છે ત્યારે ભાજપનાં નેતાઓ અને હિમાયતીઓને આજે સમગ્ર દેશવાસીઓનો જનાક્રોશ ચરમસીમાએ જતા હવે તો પંજો ઉગામવાની રાહ જોઈને સમસમી રહ્યો છે.
શું આજ દિવસો જોવા હતાં? તમને દેશસેવા કરવા માટે મહામૂલી એવી ગાંધીજીના ખૂનથી સિંચાયેલી ગરવા ગુજરાતની અને પંડિત નહેરૂની દુનિયાના નકશે અવ્વલ અંકિત કરાવેલી ખુરશી સોંપવાની ભૂલ તો દેશવાસીઓએ નથી કરી ને? સાચીવાત તો એ છે કે સમજદાર અને સાક્ષર મતદાર જ્યારે છેવાડાનાં ગામડે જઈ, એકલદોકલ મજૂરને કે ઝૂંપડમાં રહેતી અને કેડમાં ધાવણું બાળક તેડી ઉભેલી શ્રમિકાને સવાલ પૂછે છે કે તમને શું લાગે છે? હાલનું રામરાજ્ય બરાબર લાગે છે ને? કે ભૈ સા’બ… વાત છોડો
સુરત – પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.