Sports

ડે-નાઇટ ટેસ્ટ માટે મોટેરા સ્ટેડિયય એલઇડી ફ્લડલાઇટથી સજ્જ

અહીંના મોટેરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની પિન્ક બોલ ટેસ્ટ પહેલા નવી એલઇડી ફ્લડ લાઇટ લગાવવામાં આવી છે, જેનાથી નવા લુકના આ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ડે એન્ડ નાઇટ ટેસ્ટ દરમિયાન પડછાયા અવરોધક નહીં બને અને હવામાં બોલને સરળતાથી જોઇ શકાશે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત સચિવ અનિલ પટેલે આ માહિતી આપતાં કહ્યું હતું કે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 11 સેન્ટર પીચ છે અને તેની સાથે જ જિમ સહિતના ચાર ડ્રેસિંગ રૂમ છે.

મોટેરા સ્ટેડિયમમાં વ્યાપક રિનોવેશનનું કામ કરાયું છે, આ સ્ટેડિયમમાં 1,10,000 પ્રેક્ષકોને બેસવાની ક્ષમતા છે, જે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ વધુ છે. જીસીએ સ્ટેડિયમમાં રમાનારી આગામી બે ટેસ્ટ માટે લગભગ 55,000 ટિકીટ વેચાણ માટે મુકાઇ છે.

અનિલ પટેલે કહ્યું હતું કે આ દુનિયાનું એકમાત્ર એવું સ્ટેડિયમ છે કે જ્યો પ્રેક્ટિસ અને સેન્ટર પીચ માટે એક જ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે સારી વિઝિબીલિટી માટે અને પડછાયાને દૂર કરવા માટે સમગ્ર ગોળાકાર છત પર એલઇડી લાઇટ્સ લગાવી છે.

મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમની ખાસિયતો

  • સ્ટેડિયમમાં 76 એરકન્ડીશન્ડ કોર્પોરેટ બોક્સ છે.
  • મોટેરા સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે.
  • સ્ટેડિયમમાં કુલ 11 પીચ તૈયાર કરવામાં આવી છે.
  • ખેલાડીઓ માટે જિમ સાથેના ખાસ ડ્રેસિંગ રૂમ બનાવાયા.
  • એકસાથે ચાર ડ્રેસિંગ રૂમ ધરાવતું દુનિયાનું પહેલું સ્ટેડિયમ.
  • ઇન઼ડોર અને આઉટડોર પ્રેકિટસ માટેની ખાસ વ્યવસ્થા
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top