વિશ્વવિદ્યાલયોમાં પદવી દાન સમારંભનો ગૌરવ હોય છે. સમાજ,રાષ્ટ્ર કે રાજ્યના મહાનુભાવોના હસ્તે પદવી પ્રદાન કરાય છે. યુનિવર્સિટીના આ પ્રસંગને કોન્વોકેશન તરીકે ઓળખાવાય છે. પદવીધારકોએ ખાસ પ્રકારનો ગણવેશ પહેરવો પડે છે. ઊંચી શિક્ષણ ફી લેતી ચમકદમકવાળી શાળાઓ દ્વારા પદવી દાનનો નાટ્યાત્મક પ્રસંગ યોજાય છે. વાર્ષિક સ્નેહમિલન જેવા એ સમારંભને કોન્વોકેશન સેરેમની ગણાવાય છે. પણ તેનાથી યુનિવર્સિટીના અસલી પદવીદાન સમારંભની જાણે મજાક ઉડાવવા જેવી હકીકત બને છે.
અસલી કોન્વોકેશન તો વિદ્યાર્થી ગંભીર સમજણ સાથે વિનમ્ર થઇ મંચ પર આવી પદવી પ્રાપ્ત કરે છે. બાળ વિદ્યાર્થીઓ એવી પાત્રતા ધરાવતાં નથી. રાષ્ટ્રમાં ઉચ્ચ સત્તાધીશોને હસ્તે અપાતા પદ્મપુરસ્કારોના દેખાવ સાથે જો એ પ્રકારનો સમારંભ યોજાયો તો એ રાષ્ટ્રનું અપમાન બની જાય. તે જ રીતે આવા શાળાકીય સમારંભો શિક્ષણજગતમાં મજાકરૂપ બને છે. ભલે શાળાનાં કર્મીઓ, ટ્રસ્ટીઓ, વાલીઓ હરખાય, પણ એ મનોરંજન કે આનંદનો અવસર ન હોઇ શકે. બાળભવનનાં બાળવિદ્યાર્થીઓ તેની ગંભીરતા સમજવાપાત્ર હોતાં નથી. નાટયમાંથી રાજવીઓ જેવી અદામાં શાળાકર્મીઓ બે ઘડી ભલે હરખાય.
સુરત – યુસુફ ગુજરાતી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.