SURAT

સુરતમાં 500ના દરની નકલી નોટના 3 બંડલ સાથે બે પકડાયા, કારમાં લઈને ફરતા હતા

સુરત પોલીસે 500ના દરની નકલી ચલણી નોટો સાથે બે ઈસમોને લાલદરવાજા નજીક અશક્તા આશ્રમ પાસેથી ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લાલદરવાજા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જૂના અશક્તા આશ્રમ હોસ્પિટલની કેન્ટીન પાસે એક મહિન્દ્રા જાયલો ગાડીમાં બે ઇસમો શંકાસ્પદ જણાઇ આવ્યાં હતાં. બન્ને ઇસમોની પૂછપરછ કરી ગાડીની તલાશી લેવામાં આવી હતી.

તલાશી દરમિયાન ગાડીના પાછળના ભાગે ચલણી નોટોનો પાર્સલ મળી આવ્યા હતાં. જેમાં ત્રણ પાર્સલમાં પ્લાસ્ટિકના પૈકીંગમાં આગળ તથા પાછળના ભાગે રૂપિયા 500 ના દરની ભારતીય ચલણી નોટો તથા તેની અંદર ” ભારતીય બચ્ચો કા બેંક, પાંચ સૌ નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા ” ની નોટોના બંડલ હતા. તેમજ ગાડીના ડેસ્ક બોર્ડમાંથી ભરતીય ચલણી નોટો મળી આવી હતી.

આ નોટોનું એફ.એસ.એલ. ટીમ બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવવામાં આવતા તે તમામ નોટો નકલી જણાઈ આવી હતી. કુલ 3 બંડલમાં 112 નોટ ડુપ્લીકેટ મળી આવી હતી. નોટ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ લાલદરવાજા પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી છે. બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચલણી નોટોને એફએસએલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવી છે.

વધુમાં મળતી માહિતી મુજબ ગોટલાવાડી વિસ્તારમાં ચેકિંગ દરમ્યાન મનસુરી મહમદ આરીફ અને અકરમ અલી શેખ નામના બે શખ્સોને પકડી પાડ્યા. પોલીસે બંને શખ્સોની તલાશી લેતાં તેમની પાસેથી ₹500ની ચલણી નોટના ત્રણ બંડલ મળ્યાં. જેમાં કુલ કેટલાય નોટો હોવાની આશંકા છે. આ નોટો યોગ્ય છે કે નકલી તે જાણવા માટે તેમને તપાસ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવામાં આવી છે.

રાંદેરના ઠાકોર મગન પાસે નોટો લાવ્યા હતા
પોલીસ પૂછપરછ દરમ્યાન બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ નોટો તેમને રાંદેર વિસ્તારમાં રહેતા ઠાકોરભાઈ મગનભાઈ પરમાર નામના વ્યક્તિએ આપી હતી. હવે પોલીસે આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસે ઠાકોર પરમારને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.લાલગેટ પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હાલ તો અમે બંને શખ્સોને શંકાના આધારે પકડીને નોટો તપાસ માટે મોકલી છે. એફએસએલ રિપોર્ટ આવે પછી સ્પષ્ટ થશે કે નોટો નકલી છે કે નહીં. તે આધારે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top