મહારાષ્ટ્ર ના પાલઘર જિલ્લાના કલેકટરને એક અજાણ્યા ઈમેલ થી દોડધામ મચી જવા પામી હતી. તાત્કાલિક કલેક્ટર કચેરીને ખાલી કરી દેવાઈ હતી અને પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ડોગ સ્કવોડની મદદથી કલેક્ટર કચેરીના ખૂણે ખૂણે તપાસ કરી હતી પરંતુ કશું વાંધાજનક મળ્યું નહોતું.
- પાલઘર કલેકટર કચેરીને બૉમ્બ થી ઉડાવી દેવાનો અજાણ્યા ઇ-મેઇલ આવતા દોડધામ
- પોલીસ, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ દોડી આવી ઓફિસો ખાલી કરાવી તપાસ હાથ ધરતા કંઈ ન મળ્યું
- આવા ઈમેલથી સરકારી તંત્રમાં દોડધામ મચી જવાની ઘટનાઓ જોવા મળતા તપાસ હાથ ધરાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર પાલઘર જિલ્લા કલેકટરના ઈમેલ પર સાડા ત્રણ વાગ્યે કલેકટર કચેરીમાં બૉમ્બ એક્સપ્લોઝન થશે એવો સંદેશ આવ્યો હતો. કલેક્ટર કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ જિલ્લા કલેકટર નેં મળતા આ બાબતને ગંભીરતા થી લેવામાં આવી હતી.

ત્રણ વાગ્યે કાર્યાલય બૉમ્બ થી ઉડાવી દેવામાં આવશે એવો ઈમેલ આવતાની સાથે જ આખું કાર્યાલય ખાલી કરી દેવામાં આવ્યું હતું. બૉમ્બ ના મળેલા ઈમેલની જાણકારી પોલીસને કરવામાં આવતા તાત્કાલિક બૉમ્બ સ્કોડ ની ટીમ અને ડૉગ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
કલેકટર કચેરી સહિત આજુબાજુનાં તમામ ઓફિસોને ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામા આવી હતી. સમગ્ર કલેકટર કાર્યાલય ની ચકાસણી કર્યા બાદ બૉમ્બ જેવું કઈ નહીં મળતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આવા ઈમેલ થી સરકારી તંત્ર માં દોડધામ મચી જવાની ઘટનાઓ જોવા મળી છે. જેને લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.