Vadodara

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન લારી ગલ્લા મુદ્દે યુથ કોંગ્રેસનો હોબાળો

લારી ગલ્લા હટાવવાના વિરોધમાં યુથ કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી, સુરક્ષા જવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો; પાલિકા પર ‘લારી ગલ્લા પાછા આપો’ના નારા લાગ્યા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન લારી ગલ્લા હટાવવાના મુદ્દે ભારે બબાલ સર્જાઈ હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. યુથ કોંગ્રેસના કાર્યકરો લારી ગલ્લા પાછા આપવા માટે સભા હોલમાં ઘૂસવાનો પ્રયાસ કરતા પાલિકાના અધિકારીઓ અને સિક્યુરિટી જવાનોએ વચ્ચે પડી મામલો શાંત કર્યો.

લારી ગલ્લા હટાવવાની કામગીરી છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં સોમા તળાવ વિસ્તારમાંથી લારી, ગલ્લા, ટેબલ-ખુરસી સહિતના દબાણો દૂર કરીને વસ્તુઓ કબજે લેવામાં આવી હતી. આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા યુથ કોંગ્રેસના કાર્યકરો અને પ્રમુખે પાલિકા કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો અને ‘લારી ગલ્લા પાછા આપો’ના નારા લગાવ્યા હતા. સભા શરૂ થવા પહેલા જ હોબાળા અને ઉગ્ર નારાબાજીથી પરિસરમાં તણાવ સર્જાયો હતો.

પાલિકાની આ કાર્યવાહી અને યુથ કોંગ્રેસના વિરોધ વચ્ચે સુરક્ષા જવાનોની સમયસૂચક દખલથી વધુ મોટો અણઘટ ન સર્જાયો.

Most Popular

To Top