સાયબર ક્રાઇમ પોલીસે મુંબઈ ખાતે જઈને ઠગને દબોચી લીધો, આરોપીએ હર્બલ કંપનીના અધિકારીની ખોટી ઓળખ ઉભી કરી એન્જિનિયરને ઠગ્યા હતા
વડોદરા તારીખ 19
ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી આયુર્વેદિક લિક્વિડનો ઓર્ડર આપવાના બહાને રૂપિયા 1.24 કરોડની છેતરપિંડી કરવાના ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસે મુંબઈમાંથી એક નાઇઝીરીયન ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચાર મોબાઇલ કબજે કરાયા છે. જેમાં તપાસ કરતાં ખાનગી કંપનીના એન્જિનિયર સાથે થયેલી ચેટિંગ પર મળી આવી છે.
વડોદરા શહેરના વીઆઈપી રોડ પર આવેલી અપેક્ષા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પટેલ ખાનગી કંપનીમાં સિનિયર એન્જિનિયર છે. ગત એપ્રિલ મહિનામાં તેઓની કંપનીના મેઇલ આઇડી પર અજાણ્યા મેઇલ પરથી મેઇલ આવ્યો હતો જેમાં તેઓની કંપનીને એક આયુર્વેદિક લિક્વિડની જરૂર છે. જેનુ નામ પ્લુકેનેશીયા વિજ લિક્વિડ છે. જેના માટે તેઓએ લોકલ ડીલર દ્વારા મંગાવવાનું છે.ત્યારબાદ ડીલરશીપ માટે કંપની સહમત થઈ હતી અને અજાણ્યા શખ્સે ફરિયાદીને લિક્વિડ ક્યાથી ખરીદવુ તેની વિગતો આપી હતી જે નફો થશે નફો સરખા ભાગે વહેચશે તેમ પણ કહ્યું હતું. ત્યારબાદ એન્જિનિયર ક્રિષ્ના હર્બલમાથી એક લિટર આયુર્વેદિક લિક્વિડ સેમ્પલ ખરીદયુ હતું અને આ ભેજાબાજો ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી તેમની પાસેના સેમ્પલ ચેક કર્યા હતા અને એન્જિનિયરને 20 લિટરનો ઓર્ડર આપ્યો હતો. જેથી 20 લિટર લિક્વિડના રૂ. 47.18 લાખ ચુકવે છે. બાદમા 20 લીટર ની ડિલિવરી કરવામાં મોડુ થતા આ ઠગોએ
50 લીટરની ડિલિવરી કરવા કહ્યું હતું. જો તેઓ 50 લીટરનું ડિલિવરી કરશે તો તેઓને 130 લીટરનું એડવાન્સ પેમેંટ ચુકવવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી અને એન્જિનિયર ઠગોના ઝાંસામાં ફસાઈ ગયા હતા અને ક્રિષ્ના હરબલ્સમાથી બીજુ 30 લીટર લિક્વિડ ખરીદયુ હતું. જેથી આ ઠગોની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી 50 લિટર લિક્વીડનુ પેમેંટ કરવા માટે વિઝા કાર્ડના નાણા રૂ. 2.03 લાખ તેમજ તેને એક્ટિવ કરાવવા રૂ. 22.33 લાખ સહિત વિવિધ બહાના બતાવીને એન્જિનિયરને કુલ રૂ. 1.24 કરોડ ભરાવડાવ્યા હતા. પરંતુ ઠગોએ એક પણ રુપિયા પરત કર્યો ન હતો જેથી તેઓએ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સિસની તપાસ શરૂ કરી હતી. જેમાં ઠગાઈ કરનાર ભેજાબાજનું લોકેશન મુંબઈ ખાતેનું આવ્યું હતું. જેથી સાયબર ક્રાઇમની એક ટીમ તાત્કાલિક મુંબઈ ખાતે રવાના કરાઈ હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખી સાયબર ક્રાઇમ ની ટીમે મહારાષ્ટ્રના કલ્યાણ ખાતેથી નાઈઝીરીયન ગેબ્રિયેલ ઓયેકા (રહે. કલ્યાણ, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે ચાર મોબાઇલ કબજે કર્યા છે. આરોપી ગેબ્રિયેલે ક્રિષ્ના હર્બલના કર્મચારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી એન્જિનિયર પાસેથી 50 લિટર લિક્વિડનો ઓર્ડર સ્વીકાર્યો હતો. જે અંગેની એન્જિનિયર સાથેની ચેટ આરોપીના મોબાઇલમાંથી મળી આવી છે.