ભારતને આતંકવાદની સમસ્યા ખૂબ પીડે છે અને એટલે ઓપરેશન સિંદૂર કરવું પડ્યું, પાકિસ્તાનને પાઠ ભણાવવો પડ્યો. પણ દેશમાં નકસલવાદની સમસ્યા પણ ગંભીર છે અને અનેક રાજ્યોમાં એની અસરો છે. કેન્દ્ર સરકાર દ્વારા એની સામે બ્લેકઆઉટ અભિયાન શરૂ કરાયું છે અને એ લગભગ સફળ થયું છે. નકસલવાદ ઘટતો જાય છે. સેંકડો નક્સલોએ આત્મસમર્પણ કર્યું છે. આ ઓપરેશન સૌથી મોટું ઓપરેશન છે નકસલવાદ સામે. ઘણા નકસલીઓ ઠાર મરાયા છે અને એમની પાસેથી મોટા પ્રમાણમાં દારૂગોળો, શસ્ત્રો મળ્યાં છે. આ વર્ષે ૭૦૦થી વધુ નકસલોએ આત્મસમર્પણ કર્યું છે.
ભારત સરકાર અને રાજ્ય સરકારોના સતત પ્રયાસોને કારણે નકસલવાદનો પ્રભાવ ઘણી હદે ઘટ્યો છે. ખાસ કરીને ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ જેવાં રાજ્યોમાં સુરક્ષા દળોની કાર્યવાહી, બુદ્ધિમત્તા આધારિત ઓપરેશન અને નકસલી નેતાઓની ધરપકડ કે નાબૂદીથી તેમની સંગઠનાત્મક શક્તિ નબળી પડી છે. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, નકસલી હિંસામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને નકસલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 2010ની સરખામણીએ ઘટી છે. સરકારે બે નીતિ અપનાવી છે. એક તો સીઆરપીએફનું ઓપરેશન અને બીજી બાજુ નક્સલ વિસ્તારોમાં રોડ, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર નિર્માણ.
નક્સલીઓ સામે ઘણાં ઓપરેશન થયાં છે. ઓપરેશન કાગ: આ ગૃહમંત્રી અમિત શાહનું મહત્ત્વનું અભિયાન છે, જેનો હેતુ 31 માર્ચ, 2026 સુધીમાં નકસલવાદને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો છે. આ ઓપરેશનમાં ચાર મુખ્ય રણનીતિઓ અપનાવવામાં આવી છે. ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ (FOBs)ની સ્થાપના, ખાસ કરીને છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં. ડ્રોન અને સેટેલાઇટ ઇમેજનો ઉપયોગ બુદ્ધિશાળી માહિતી એકત્ર કરવા માટે. નકસલીઓના કબજામાંથી મુક્ત કરાયેલા વિસ્તારોમાં મજબૂત પોલીસ ચોકીઓનું નિર્માણ. 2024માં, છત્તીસગઢમાં 219 નકસલીઓ નાબૂદ થયા, જે રાજ્યના નિર્માણ પછીનો સૌથી વધુ આંકડો છે.
બીજી બાજુ આત્મસમપર્ણની ઘટના વધતી જાય છે. 2024માં, લગભગ 985 નકસલીઓએ આત્મસમર્પણ કર્યું, જે 2023ની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે અને સરકારની આત્મસમર્પણ નીતિ હેઠળ, આત્મસમર્પણ કરનારા નકસલીઓને નાણાંકીય સહાય, વ્યાવસાયિક તાલીમ અને સમાજમાં પુનઃસ્થાપનની તકો પૂરી પાડવામાં આવે છે. પણ 2024માં, 1,177 નકસલીઓની ધરપકડ પણ થઈ, જેનાથી નકસલી સંગઠનની રચના પર નોંધપાત્ર અસર થઈ. તાજેતરના સરકારી ઓપરેશન અને આત્મસમર્પણની વધતી સંખ્યા દર્શાવે છે કે નકસલવાદનો પ્રભાવ નોંધપાત્ર રીતે ઘટ્યો છે.
જો કે, સંપૂર્ણ નાબૂદી માટે સુરક્ષા ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં વિકાસ, શિક્ષણ અને રોજગારની તકોને વધુ મજબૂત કરવાની જરૂર છે. શાંતિ વાર્તા અને સ્થાનિક સમુદાયોનો વિશ્વાસ જીતવો પણ મહત્ત્વપૂર્ણ રહેશે. 2024 સુધીના ઉપલબ્ધ ડેટા અનુસાર, નકસલવાદ (Left Wing Extremism – LWE) થી અસરગ્રસ્ત રાજ્યોની સંખ્યા ઘટીને 11 રાજ્યો રહી છે, જેમાં વિવિધ સ્તરે નકસલી પ્રવૃત્તિઓ જોવા મળે છે. સરકારની આક્રમક સુરક્ષા કાર્યવાહી (જેમ કે ઓપરેશન ગ્રીન હન્ટ, ઓપરેશન કાગર), વિકાસલક્ષી યોજનાઓ (જેમ કે રોશની, SCA, PMGSY), અને આત્મસમર્પણ નીતિઓને કારણે નકસલવાદનો પ્રભાવ ઘટ્યો છે. કેન્દ્ર સરકાર માટે આ બહુ મોટી સફળતા છે.
કાશ્મીરમાં પૂર્વવત્ સ્થિતિના નિર્માણનો પડકાર
કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર થયું અને પાક.ની કમર તૂટી અને હવે સીઝફાયર થયો છે. પણ કાશ્મીરમાં સ્થિતિ પૂર્વવત્ બને એ મોટો પડકાર છે. કારણ કે , પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં પ્રયત્ન ઠપ થયો છે. ૯૦ ટકા બુકિંગ રદ થયાં છે. ઉનાળામાં કાશ્મીરમાં સૌથી વધુ પ્રવાસીઓ આવતાં હોય છે. આતંકી હુમલા બાદ ૫૦ જેટલાં પર્યટન સ્થળો પર પ્રવાસીઓને પ્રતિબંધ લગાવાયો હતો. એ સ્થળો ફરી ખોલવાનાં છે. પ્રવાસન એ કાશ્મીરમાં રોજગારીનું મુખ્ય સાધન છે.
બીજી બાજુ પરપ્રાંતીય મજૂરોનું પલાયન થયું છે એને કારણે બાંધકામ કે પછી નવી ફેક્ટરી બનવાનું કામ પણ ઠપ થયું છે. કાશ્મીરમાં ચાર લાખ મજૂરો પૈકી ૨ લાખ મજૂરો પોતાના રાજ્યમાં પાછાં ચાલ્યાં ગયાં છે. આતંકી હુમલો થયો અને પછી ભારતનો પાક પર હુમલો થયો એ કારણે આ મજૂરો ડરી ગયા હતા અને પોતાનાં રાજ્યોમાં ગયાં છે. એ પાછાં ક્યારે આવશે? એ સવાલ છે. આ સવાલ બહુ મોટો છે. કાશ્મીરમાં સ્થિતિ પૂર્વવત્ થાય અને મજૂરો પાછાં ફરે, અટકેલાં કામો આગળ વધે એ જ રીતે પ્રવાસીઓ પણ કાશ્મીર આવતાં થાય એ આ રાજ્ય માટે જરૂરી છે. કાશ્મીરમાં હજુ ઉચાટ છે, ભય પણ છે. એ દૂર થાય અને શાંતિ સ્થપાય એ અતિ આવશ્યક છે.
એલફેલ નિવેદનો બંધ થવાં જોઈએ
મધ્યપ્રદેશનાં જાતિ બાબતોનાં મંત્રી વિજય શાહે ઉન્માદમાં આવી જે શબ્દો કહ્યા એ આપત્તિજનક છે. કર્નલ સોફિયા કુરેશી વિષે એ જે બોલ્યા એ ચલાવી શકાય એમ નથી અને એટલે એમપી હાઈકોર્ટે એમની સામે એફઆઈઆર કરવાનું કહ્યું. અલબત્ત પોતે ભડકો કર્યો છે એવું સમજાયા બાદ મંત્રીએ માફી તો માગી છે પણ આવું અવારનવાર બનતું રહે છે. રાજકીય પક્ષોના નેતાઓ ક્યારેક ભૂલથી અને મોટા ભાગે જાણી જોઈને એલફેલ નિવેદનો કરતાં હોય છે. આતંકી હુમલમાં મૃત્યુ પામેલા નેવી અધિકારીની પત્નીને પણ ટ્રોલ કરવામાં આવી હતી અને એ જ રીતે વિદેશ સચિવ વિક્રમ મીસરીને અને એમની પુત્રીને ટ્રોલ કરવામાં આવ્યાં. આ મુદે્ પણ કડક પગલાં લેવાય એ જરૂરી છે અને લોકોએ પણ કેટલીક બાબતોની ગંભીરતા સમજવી પડશે. કેટલીક બાબતોએ ખોટાં નિવેદનો આપવાનું બંધ થવું જોઈએ અને કોઈ પણ એવું કરે તો પક્ષપાત વિના એમની સામે કડક પગલાં લેવાં જોઈએ.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.