કોઈ વડીલને પગે પડો ત્યારે તેઓ ૧૦૦ વરસનાં થાઓ એવા આશીર્વાદ આપે. ઘરમાં કોઈ વ્યક્તિની વાત થતી હોય ત્યારે તે વ્યક્તિ આવી ચઢે તો કહેવાતું કે તારી જ વાત કરતા હતાં, તારું આયુષ્ય ૧૦૦ વરસનું છે. પહેલાનાં સમયમાં ઘરો લાકડાનાં હતાં ત્યારે ૧૦૦ વરસ સુધી ટકી શકે એ પ્રકારના ઘરનું નિર્માણ થતું હતું. એ ઘરમાં પેઢી દર પેઢી વસવાટ કરતા હતાં. સુખ ચેનથી જીવન જીવતા હતાં. જરૂરીયાત મુજબ રંગરોગાન અને મરમ્મત કરાવતા રહેતા. ફર્નિચર બનાવતા તે પણ ૧૦૦ વરસ ચાલે તે મુજબના લાકડાનો ઉપયોગ થતો હતો. અંગ્રેજનાં સમયનાં રેલવે અને નદીનાં પુલો આજે પણ અડીખમ ઉભા છે. ઘરમાં રસોઈ માટેના વાસણો પણ પિત્તળનાં વાપરતા હતા જે કલાઈ કરીને વરસો વરસ ઉપયોગ કરતા હતા. ખોરાક પણ લોકો એવો ખાતા કે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને ૧૦૦ વરસનું નિરોગી જીવન જીવી શકે. ટૂંકમાં લાંબા ગાળાનું વિચારતા હતા. પહેલાનાં લોકોની જીવનશૈલી સાદગીપૂર્ણ હતી. દરેક કામ જાતે કરતા હોવાથી સ્વાસ્થ્ય સારું રહેતું હતું. જો ૧૦૦ વરસ જીવવું હોયતો જીવનશૈલી બદલો.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
પુષ્ય નક્ષત્ર પછી કેરી ભરવાની સીઝન
ફળોનો રાજા કેરી દરેક નાના મોટા માણસો પોતાની આવકની મર્યાદામાં ખાય છે. પુષ્ય નક્ષત્ર પછી કેરી પરિપક્વ થાય છે. પુષ્ય નક્ષત્ર પછી ઘણા ખેડૂતો આંબા પરથી કેરી ઉતારે છે. કાચી કેરી ભરવાવાળા એક અઠવાડિયા સુધી કંતાન ઢાંકી રાખો તો આપોઆપ કુદરતી રીતે પાકે છે. હાલમાં કેટલાક વખતથી બજારમાં પાકેલી કેરી મળેલ. પણ તે પાઉડર કે ટીકડી નાંખેલી પકવે છે. તેથી સોડમ આવે પણ કાપો તો ખાટી નીકળે. પુષ્ય નક્ષત્ર પછી કેરીની આવક વધુ હોવાથી ભાવો પણ ઘટેલા હોય છે. શરૂઆત કરતાં ઓછા ભાવે સારી કેરી મળે છે. કેરી કેવી રીતે ખાવી, ચૂસીને, કાપીને, સાંળીયા પાડીને. રસ કાઢીને. કેરીના રસ સાથે શું ખવાય છે. રસ વેઢમી, રસ રવાની પુરી- રસ ઢોકળાં રસ મીઠા ખાજા- મોળા ખાજા- રસ સુતરફેણી રસ મલાઈ- રસ માલપુડા વિગેરે સાથે ખવાય છે.
સુરત – મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે