Charchapatra

ભારતીય નાગરિક તરીકે આપણે આટલું કરીએ

દેશની જનતા તરીકે આપણી લાગણી દુશ્મનનો સંપૂર્ણ સફાયો કરવાની હોય શકે પણ કોઈપણ યુદ્ધના નિર્ણય માત્ર લાગણીના આધારે ના લઈ શકાય કારણ કે સરકારને 140 કરોડ જનસંખ્યાવાળા દેશના અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ના જાય તે પણ જોવાનું હોય છે અને આજે જે લોકો યુદ્ધ ચાલુ રાખોનું કોરસગાન કરે છે તે આવતીકાલ બેરોજગારી ને બેકારીના કકળાટમાં ફેરવાઈ જાય એટલે ‘ગામના મોઢે ગરણા ના બંધાય’માટે દરેક નિર્ણય લેવા માટે સરકારની જવાબદારી હોય છે, જે આજની સરકાર દેશહિત શેમાં છે તે સારી રીતે જાણે છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદી કેમ્પો પર સ્ટ્રાઇક કરીને ખાત્મો બોલાવ્યા તેની સામે પાકિસ્તાને ભારત પર હુમલો કરતા અનેક ડ્રોન અને મિસાઇલ નષ્ટ કરીને દુનિયામાં એન્ટી મિસાઇલ સિસ્ટમની તાકાત સાથે અત્યાધુનિક શસ્ત્ર અને ટેક્નોલોજી યુક્ત ભારતીય સેનાએ દુનિયાને બતાવી દીધું છે. પણ હવે શું? અસલી ખેલ હવે ચાલુ થાય છે.

તેમાં સરકારના ભાગે જે યોગ્ય નિર્ણય લેવાનો છે તે જે દેશહિતમાં હશે તે લેશે પણ આપણે ભારતીય નાગરિક તરીકે આપણે આપણા દેશનાં દુશ્મનોને ઓળખીને જવાબ આપવાનો છે કે જે દેશ દુશ્મન દેશને સહાય કરનાર દેશ ચીન, તુર્કી, અઝરબૈઝાન જેવા દુશ્મન દેશોમાં પર્યટન પ્રવાસ બંધ કરવો, આ દેશોમાં દર વર્ષ લાખો ભારતીય ટુરમાં જાય છે સાથે તેમની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરીને આર્થિક ગળું ઘોંટીને 140 કરોડ જનતાનો પરચો દુનિયાને બતાવી દેવાથી ભવિષ્યમાં આપણા દેશનાં દુશ્મનોને સાથ આપવામાં 100 વખત વિચાર કરવો પડે માટે આપણાથી દેશહિત માટે જે શક્ય હોય તેટલું કરીએ.
સુરત     – મનસુખ ટી.વાનાણી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top