ગોધરા: ગોધરા શહેરમા 2002માં ચકચારી એવા ટ્રેનકાંડના સંડોવાયેલા અને 19 વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી શાખાએ પકડી પાડ્યો હતો. 2002માં ગોધરા રેલવે સ્ટેશનના સાબરમતી ટ્રેનકાંડ સર્જાયો હતો. પોલીસે તેમા વિવિધ આરોપીઓને પકડ્યા હતા. પણ હજી કેટલાક આરોપીઓ નાસતા ફરતા છે.
પંચમહાલ જીલ્લા પોલીસની એસઓજી શાખાની ટીમને બાતમી મળી હતી કે ગોધરા શહેરમાં 2002માં થયેલા સાબરમતી ટ્રેનકાંડમાં સંડોવાયેલો આરોપી રફીક હૂસેન ભટૂક રહે મહોમંદી મહોલ્લા સુલતાન ફળીયામા આવેલા મકાનમાં રહે છે. આથી એસ.ઓ.જી ટીમે ગોધરા બી ડીવિઝન પોલીસની ટીમે ઘરે તપાસ હાથ ધરી હતી. તેની પુછપરછ બાદ નામ પણ ખરાઇ કરવામા આવતા આરોપીએ તેનુ નામ રફીક હૂસેન જણાવ્યુ હતુ.
ત્યારબાદ આરોપીને બી ડીવીઝન પોલીસમથકને સોપવામા આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોધનીય છે કે સાબરમતી ટ્રેનકાંડમાં 59 જેટલા કારસેવકોને જીવતા સળગાવી દેવામા આવ્યા હતા. ત્યારબાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.