સામાજિક વિકાસની વાત કરીએ તો ત્રણ પાયાના મુદ્દા રોટી, કપડાં અને મકાન ગણી શકાય. જરૂરિયાતના મૂળભૂત ક્રમાંકે આપણે જોઈએ તો સૌથી પહેલાં ભૂખ એટલે કે અન્નસુરક્ષા આવે, જેની ચર્ચા અન્યત્ર કરી છે. ત્યાર બાદ સભ્ય સમાજમાં રહેવું હોય તો અંગ ઢાંકવા જરૂરી કપડાં જોઈએ અને ત્રીજું જોઈએ તો માથા પર છાપરું. આજે ભારત પોતાની જરૂરિયાત કરતાં થોડા વધારે અનાજનું ઉત્પાદન કરે છે અને એ રીતે એણે અન્ન સ્વાવલંબન અને અન્ન સુરક્ષા હાંસલ કરી છે. ભારત આજે ૩૮ થી ૪૦ કરોડ ટન ખાદ્યાન્ન પેદા કરે છે.
દુનિયામાં ફળ અને શાકભાજીનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે અને દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા નંબરે છે અને આ કૃષિ તેમજ પશુપાલન ઉત્પાદનોને કારણે ખાદ્ય પદાર્થોના ક્ષેત્રે આત્મનિર્ભર છે. આ ઉપરાંત વર્ષે દહાડે પૂરતી જાળવણી અને ત્વરિત ટ્રાન્સપોર્ટ તેમજ પ્રોસેસિંગના અભાવે અંદાજે ૮૦,૦૦૦થી એક લાખ કરોડ સુધીના ખાદ્ય પદાર્થો બગડી જાય છે. આમ છતાંય આપણે આપણી જરૂરિયાતો પૂરી કરવાના ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
સશક્તિકરણના પ્રયાસને વેગ આપનાર આ પાયાનું પરિબળ છે. ભારતની આર્થિક વિકાસ માટેની વ્યૂહરચના સર્વસમાવેશક અને સંતુલિત વિકાસની દિશામાં જવાનો પ્રયાસ છે. શિક્ષણ, આરોગ્ય સેવાઓ, કૌશલ્ય વિકાસ અને સામાજિક આંતર માળખાકીય સવલતોનો વિકાસ જેવાં ક્ષેત્રો વિકસાવી સર્વાંગીણ વિકાસ સાધવાનું સ૨કા૨ની સામાજિક ક્ષેત્રની જુદી જુદી યોજનાઓનું લક્ષ્ય છે. આ દરેક ક્ષેત્રે છેલ્લાં ૭૫ વર્ષમાં ભારતે ટાંચાં સાધનો તેમજ દુનિયાનો સૌથી વધારે વસતિ ધરાવતો દેશ હોવા છતાં પણ સંતોષકારક વિકાસ કર્યો છે. આની સાથોસાથ જે તે વસ્તુ અથવા સેવા એના આખરી વપરાશકાર સુધી પહોંચે તે માટે ડીલીવરી ચેનલ ઊભી કરવાનું તેમજ હયાત ડીલીવરી ચેનલની અસરકારકતામાં વધારો કરવાનું કામ આજે ફરજિયાત બન્યું છે.
ઉચ્ચ શિક્ષણ અને સંલગ્ન ક્ષેત્રે ખૂબ મોટા પાયે ટેક્નોલૉજીએ પગપેસારો કર્યો છે. આમ થવાને કારણે નવીનતમ સામાજિક સેવાઓનું માળખું નિર્ધારિત લક્ષ્યાંકો સાથે બંધબેસતું નથી. આના કારણે એક તંદુરસ્ત અને એકબીજા સાથે સુઆયોજિત રીતે જોડાયેલ અને મહત્તમ પરિણામ આપનારું જાહેર સામાજિક સેવાઓનું માળખું ભારત ઊભું કરી શક્યું નથી. આમ ન થવાનું કારણ સંસાધનોની મર્યાદા કરતાં પ્રાથમિકતાઓ અંગેની સ્પષ્ટતા અને સાચી દિશામાં પ્રયત્નનો અભાવ હોય એવું વધારે લાગે છે.
સામાજિક સેવાઓ પાછળ ભારત સરકારે કરેલ ખર્ચ અંગેની વિગતો ઉપર એક નજર નાખીશું તો આ વાત વધુ સ્પષ્ટ બનશે. આર્થિક સર્વેક્ષણ ૨૦૨૪-૨૫, પાન-૩૦૨ ઉપ૨ વર્ણવ્યા મુજબ ભારત સરકારના બજેટમાં સામાજિક સેવાઓ પાછળનો ખર્ચ વધી રહ્યો છે તેમ જોવા મળે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૧માં એ કુલ ખર્ચના ૨૩.૩ ટકા હતો ત્યાંથી વધીને નાણાંકીય વર્ષ ૨૦૨૫માં બજેટમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ તે ૨૬.૨ ટકા હશે એટલે એ પાંચ વર્ષમાં કુલ ૨.૯ ટકાનો વધારો થાય તેમ ભારત સરકારનું આર્થિક સર્વેક્ષણ ભારત સરકાર આ ક્ષેત્રને માથે વધારે પૈસા ફાળવી રહી છે તેમ કહે છે.
આની વિગતોમાં ઊતરીએ તો નાણાંકીય વર્ષ ૨૦૨૪માં ૨૧ ટકા વધારો થયો. ૨૦૨૫માં આગળના વર્ષ કરતાં ૧૦ ટકા વધારે થયો અને નાણાંકીય વર્ષ ૨૦૨૧થી ૨૦૨૫ સુધીના પાંચ વર્ષમાં ક્યુમિલેટિવ વૃદ્ધિદર ૧૫ ટકા થયો. હવે સોશ્યલ અને સામાજિક સેવાઓ પાછળ ૨૩.૩ ટકા ખર્ચ, (નાણાંકીય વર્ષ ૨૦૨૧ દરમિયાન હતો) તે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન વધીને ૨૬.૨ ટકા થયો. આ બે આંકડાને સાથે મૂકીએ તો સામુહિક સરેરાશ વૃદ્ધિદર ૧૫ ટકા આવે જે સામે ફુગાવાના દર પાંચ ટકા ગણીએ તો પણ જુદું જ ચિત્ર નજર સામે ઉપસે.
વધુ આગળ જોઈએ તો ૨૦૨૫ના નાણાંકીય વર્ષમાં આ ખર્ચ ૨૫.૭ લાખ કરોડ હતો. આની સરખામણીમાં શિક્ષણ ક્ષેત્રે નાણાંકીય વર્ષ ૨૦૨૧માં ૫.૮ લાખ કરોડ- ૨૦૨૧ નાણાંકીય વર્ષ દરમિયાન થયો તેમાં ૨૦૨૫ સુધીમાં ૯.૨ લાખ કરોડ એટલે કે ૩.૪ લાખ કરોડનો વધારો થયો. આ સામે આરોગ્ય ક્ષેત્રે નાણાંકીય વર્ષ ૨૦૨૧માં ૩.૨ લાખ કરોડથી વધીને ૨૦૨૫ના બજેટ અનુમાન મુજબ ૬.૧ લાખ કરોડ, એટલે કે ૨.૯ લાખ કરોડનો વધારો થાય છે. સામાજિક સેવાઓમાં શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ, મેડિકલ અને પબ્લિક હેલ્થ, ફેમિલી વેલફેર, વૉટર સપ્લાય અને સેનિટેશન, હાઉસિંગ, શહેરી વિકાસ, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઈબ, ઓબીસીનું કલ્યાણ, મજદૂર અને લેબર વર્કર, સામાજિક સલામતી અને કલ્યાણ, ન્યુટ્રીશ્યન તેમજ કુદરતી આપત્તિઓ સામે રાહત માટેનો ખર્ચ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
શિક્ષણ માટેનો ખર્ચ, શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓને આવરી લે છે તેમજ આરોગ્ય પાછળનો ખર્ચ, મેડિકલ એન્ડ પબ્લિક હેલ્થ, ફેમિલી વેલફે૨ તેમજ વોટર સપ્લાય તેમજ સેનિટેશનને આવરી લે છે. આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ સામાજિક સેવાઓ ક્ષેત્રે કરવામાં આવતી કામગીરીને પરિણામે અસમાનતા ઘટી છે અને વપરાશી ખર્ચ વધ્યો છે. ગ્રામ્ય વિસ્તારો માટે ‘જીની કો-એફિશિયન્ટ’૨૦૨૨-૨૩માં ૦.૩૧૪થી ઘટીને ૦.૨૮૪ થયો છે, જે અસમાનતામાં ઘટાડો તેમજ વપરાશી ચીજવસ્તુઓના ખર્ચમાં વધારો દર્શાવે છે.
આમ, સામાજિક સેવાઓના ક્ષેત્રે ખર્ચવામાં આવેલ બજેટની અસર દેખાય છે પણ એ જેટલી હદ સુધી દેખાવી જોઈએ તેટલી નથી. સરકાર દ્વારા આ બધાં સેવાકીય ક્ષેત્રો માટે કરવામાં આવતો ખર્ચ ફુગાવો, કર્મચારીઓના પગાર તેમજ બિનઉત્પાદક ખર્ચમાં વધારો વગેરે કારણોને લઈને ભારતમાં સત્તા તેમજ સંપત્તિની વહેંચણી સમાન રીતે થાય એવું દર્શાવતો નથી. પરિણામ સ્વરૂપ સાધનો તેમજ સંપત્તિની વહેંચણીની અસમાનતા વધી છે અને ઓછી આવકવાળા વર્ગમાં માતામૃત્યુ, બાળમૃત્યુ તેમજ શિશુમૃત્યુ અને કુપોષણને ધાર્યા મુજબ ઘટાડી શકાયાં નથી. ભારત સરકારના નાણાંકીય આયોજન સામે આ પડકારો ક્યાંક વધ્યા છે પણ એમાં ખાસ ઘટાડો થયાનો જણાતું નથી.
ડૉ.જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.