Charchapatra

વામન અવતારનાં ત્રણ પગલાં ભાજપ માટે ભવિષ્યમાં વરદાન સાબિત થશે

ટૂંક સમયમાં યોજાઈ રહેલી કોર્પોરેશનની ચૂંટણી ગત તમામ  ચૂંટણીઓ કરતાં કંઇક  અલગમાં હોલમાં જોવા મળી રહી છે.આમ તો ઘણા નવા નિયમો  ઉમેદવારો માટે આવ્યા છે.પણ એમાં ઊડીને આંખે વળગે એવું મજબૂત અને ક્રાન્તિકારક પગલું ત્રણ  ટર્મ નગરસેવક રહેલા સભ્યોની બાદબાકીનું છે.આમ તો પોતાના વોર્ડ કે વિસ્તારની સેવા માટે  પાંચ વર્ષ જ પૂરતાં છે.કોઇ પણ ભોગે સત્તા પર ચીટકી રહેવાની ખ્વાહિશ ધરાવનારને ટિકિટ નહિ આપીને ભાજપે લોકોની અને લોકશાહીની બહુ મોટી  સેવા કરી છે એમ કહીએ તો ખોટું નથી.

આ વખતે નવા અને યુવા ઉમેદવારો  વધારે  છે અને એમાં મહિલાઓ પણ વધુ છે એ નોંધપાત્ર કહી શકાય.આમાં મતદારો માટે મજાની વાત એ  છે કે ઉમેદવારો જેને વોટ બેંક કહે છે તેવા સલામત વિસ્તારોમાં ત્રિપાંખિયો જંગ  ખેલાવાનો છે,પરિણામે આ વખતની ચૂંટણી પક્ષ કરતાં વધુ તો ઉમેદવારે પોતાના બાવડાંના જોરે જ જીતવી પડશે.

સુરત     – પ્રભાકર ધોળકિયા           – આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top