Waghodia

વાઘોડિયાના ચિપટ ગામે જુની અદાવતે એકજ ફળીયામા છુટ્ટા હાથે પથ્થરમારો, સાત ઘાયલ, 25 સામે ફરીયાદ

પથ્થરમારો થતા તંગદિલી વ્યાપી, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાતે અંઘારુ કરી હુમલો કર્યો હોવાનો સામા પક્ષે આક્ષેપ


વાઘોડિયા:
તાલુકાના છેવાડે આવેલા ગંભીરપુરા પાસેના ચિપટ ગામે અંગત અદાવતે છુટા હાથનો પથ્થર માર્યો થયા હોવાની ઘટના સામે આવ્યા બાદ વાઘોડિયા પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

નરેન્દ્રભાઈ પુનમભાઈ બારીયાની ફરીયાદ મુજબ સામે વાળાઓએ ભેગા મળી પ઼થ્થરમારો કરતા ઈક્કો ગાડી,રિક્ષા, મકાનોના પતરા, ઘરનુ ફર્નીચર, એસી સહિતની વસ્તુઓને નુકશાન કરી અનેક લોકોને નાનીમોટી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ કરી હતી. પોલીસે ગામમાંથી તોફાની તત્વોની ધરપકડ શરુ કરી ગામમા ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે.

વાઘોડિયાના છેવાડે આવેલા ચિપડ ગામે જુની અદાવતે આયોજક પુર્વક હુમલો કરવામા આવ્યો હોવાની ઘટના બની હોઈ તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. ફરીયાદિ નરેન્દ્ર ભાઈ પુનમભાઈ બારીયા(22)ની ફરીયાદ મુજબ આયોજનપુર્વક ઈંટોના ટુકડાઓ ધાબા પર ભેગા કરી સામે પક્ષે છુટો પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. મોડીરાતે લાઈટો બંઘ કરી આ તોફાની તત્વોએ મકાનો, વાહનો અને પરીવારને નિશાન બનાવી હુમલો કર્યાનો આક્ષેપ છે . આ હુમલામા પુરુષો, મહિલા અને બાળકો સહિત મકાનના બારી બારણાના કાચ તુટ્યા છે. એસી પંખાને પણ નિશાન બનાવાયા છે. આ સિવાય રિક્ષા, ઈક્કોગાડી, બાઈક સહિત મકાનના પતરા અને ઘણા વાહનો પર પથ્થરમારો કરી વાહનોના કાચ તોડી આશરે 35 હજારનુ નુકશાન કર્યુ હોવાનો ઊલ્લેખ કર્યો છે. આ મામલે 16 સામે ફરીયાદ નોંઘાવી હતી.

જ્યારે વિજયભાઈ ગણપતભાઈ પઢીયાર ઉંમર વર્ષ 36 ની ફરિયાદ મુજબ અમારા ઘરમાં અંદરો અંદર બોલા ચાલતી ચાલતી હતી. તે દરમિયાન હિતેશ સરદારસિંહ પરમાર રિક્ષા લઈ ત્યાંથી પસાર થતા તેઓએ રણજીતભાઈ કાંતિભાઈ પઢીયારને મને શું કામ ગાળો બોલો છો ? તેવું કહિ બોલાચાલી કરી રાતે મારા ઘર સામે પથ્થર મારો કરી ઝઘડો કરતા મારા પરીવારના ત્રણને ઈજા પહોંચી હોવાની ફરીયાદ સાથે કુલ 9 સામે ફરીયાદ નોંઘાવી હતી. રાતે થયેલી તકરારમા મહિલા અને પુરૂષોના ટોળા સામસામે આવતા બબાલે ઊગ્ર સ્વરુપ ઘારણ કર્યુ હતુ.જેમા બાળકો, મહિલાઓ અને પુરુષોને પથ્થર વાગતા અનેક ઘવાયા હતા.આ ઘટના અંગે વાઘોડિયા પોલીસ મથકે સામસામે ફરીયાદ નોંઘાતા વાઘોડિયા પોલીસે ગામમાંથી કેટલાક લોકોની અટકાયત કરી હુમલાના આરોપીની ઓળખ શરુ કરી હતી. ગામમા જયા જુઓ ત્યા રોડ રસ્તા ઊપર પથ્થરો પથરાતા ગામમા દહેશત ભરેલી સ્થિતિ જોવા મળી છે, બીજી તરફ વાહનોને મોટુ નુકશાન પહોંચાડવામા આવ્યુ છે. પથ્થરોથી ઘાયલ લોકોના લોહિથી રોડ રસ્તા રંગાયા છે.ઘટનાથી ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે. તોફાની તત્વોએ ગામની શાંતિ હણતા વાઘોડિયા પોલીસનો સંપર્ક કરાયો હતો. ઘટનામા ઘાયલ મહિલા, બાળકો, પુરૂષોને પ્રાથમિક સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતા. ગામમા વઘુ કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ તે માટે પોલીસનો ગામમા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામા આવ્યો છે. એક પક્ષે 16 અને બિજા પક્ષે 9 મળી પોલીસે બંન્ને પક્ષોની ફરીયાદના આઘારે કુલ 25 લોકો સામે ફરીયાદ કાયદેસરની કાર્યવાહિ હાથ ઘરાઈ છે. રાત્રે બનેલા બનાવનાર કેટલાક વિડીયો વાયરલ થયા છે.
*નરેન્દ્ર ભાઈ પુનમભાઈ બારીયાની ફરીયાદના આરોપી*
1 મહેશભાઈ કાંતીભાઇ પઢીયાર
2 મહેન્દ્રભાઈ જશવંતભાઈ પઢીયાર
3 કલ્પેશભાઇ પ્રકાશભાઈ પઢીયાર
4 સુનીલભાઈ નટુભાઈ પઢીયાર
5 પરેશભાઈ પ્રકાશભાઈ પઢીયાર
6 સંદિપભાઇ નટુભાઈ પઢીયાર
7વિજયભાઈ ગણપતભાઈ પઢીયાર
8 જેન્તીલાલ ભગવાનભાઈ પઢીયાર
9 રાજુભાઇ ભગવાનભાઇ પઢીયાર
10 રાણાભાઈ ભગવાનભાઈ પઢીયાર
11 હસમુખભાઈ કાલીદાસ પઢીયાર
12 સંજયભાઈ નટુભાઈ પઢીયાર
13 ધર્મરાજ રાણાભાઈ પઢીયાર
14 લક્ષ્મીબેન રણજીતભાઈ પઢીયાર
15 સુધાબેન મહેશભાઈ પઢીયાર
16 સીતાબેન બહાદુરભાઈ પઢીયાર


*વિજય ગણપતભાઇ પઢિયારની ફરિયાદના આરોપી*

(1) દિલીપભાઈ ગોવિંદભાઇ પરમાર
(2) મુકેશભાઈ મફતભાઈ પરમાર
(3) અશ્વિનભાઇ અર્જુનભાઈ પઢીયાર(4) ભુપેન્દ્રભાઈ કેશવભાઈ પઢીયાર
(5) અજીતભાઈ ડાહ્યાભાઇ પરમાર
(6) ગીતાબેન મુકેશભાઈ પરમાર
(7) મણીબેન મગનભાઈ પરમાર
(8) અરવિંદભાઈ
(9) અશ્વિનભાઇ

Most Popular

To Top